ઇરાનમાં સત્તા પરિવર્તન થઈ ચૂક્યું છે : ઇરાને અમારી 15 માગણીઓ પૈકી મોટા ભાગની સ્વીકારી છે : ટ્રમ્પ | There has been a change of power in Iran: Iran has accepted most of our 15 demands: Trump

![]()
– ઇરાન સાથે બેક-ડૉર ડીપ્લોમસી સારી રીતે આગળ ચાલી રહી છે : સોમવારથી તે રોજનાં 20 જહાજો હોર્મુઝ-સ્ટ્રેઈટમાંથી જવા દેશે
તહેરાન : પશ્ચિમ એશિયામાં યુદ્ધ બંધ થવાનું તો નામ લેતું નથી, ઉલટાનું વધુને વધુ ચગતું જાય છે. તેવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ ંહતું કે અમે ઇરાનને પાકિસ્તાન દ્વારા અમારી ૧૫ માગણીઓ પહોંચાડી છે. જે યુદ્ધ બંધ કરવા માટે મોકલવામાં આવી છે. અમારી વચ્ચે બૅક-ડોર ડીપ્લોમસી પણ ચાલી રહી છે. અને અમારી વચ્ચે સીધી તેમજ આડકતરી રીતે પણ મંત્રણાઓ થઈ રહી છે.
આ સાથે પ્રમુખ ટ્રમ્પે તેમ પણ જણાવ્યું હતું કે ઇરાને પારસ્પરીક આદરની ભાવનાના પ્રતિક રૂપે સોમવારથી રોજનાં ૨૦ જહાજો જવા દેવા સંમત થયું છે.
ઇરાને સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરિન ઉપર મિસાઈલ હુમલા કરતાં ગલ્ફ વિસ્તારમાં મિસાઇલ એલર્ટની સાયરનો ગાજી ઉઠી હતી. ઇરાને કુવૈતનાં એક પાવર સ્ટેશન ઉપર મિસાઈલ વહેતું મુકતાં પાવર સ્ટેશનનાં બિલ્ડીંગને નુકસાન થયું હતું અને ત્યાં કામ કરતા એક ભારતીયનું તેમાં મૃત્યુ પણ થયું હતું. તેમ કુવૈત મંત્રાલયનાં પ્રવક્તા ફાતીમા અબ્બાસ જૌહર હયાતે જણાવ્યું હતું.
તે સર્વવિદીત છે કે ઇરાને હોર્મુઝની સામુદ્રધૂનિ (સ્ટ્રેઈટ્સ) બંધ કરતાં દુનિયાભરમાં તેલ, નેચરલ ગેસ અને ફર્ટિલાઈઝર્સના ભાવ વધી ગયા છે. તેથી વિશ્વ બજારોમાં હલચલ મચી ગઈ છે. ભાવ બધી જ ચીજ વસ્તુઓના આસમાને જઈ રહ્યા છે. દરમિયાન અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇરાનમાં મૃત્યુઆંક ૩૦૦૦ થી વધુ પહોંચી ગયો છે. ઇરાનના વિશાળ વિસ્તારો ખેદાન મેદાન થઈ ગયા છે.



