LIVE : કુવૈતમાં પાવર અને વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ પર ઈરાનનો મિસાઈલ હુમલો, ભારતીય શ્રમિકનું મોત | LIVE: Indian Worker Killed as Iran Missiles Hit Kuwait Power & Desalination Plant

![]()
Iran vs Israel and USA War Updates : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે.
Iran vs Israel and USA War Updates LIVE :
ઈરાન પર ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી: CENTCOM અને IDF ચીફ વચ્ચે ગુપ્ત બેઠક
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના IDF ચીફ એયાલ અમીર વચ્ચે એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાઈ છે, જેમાં ઈરાન વિરુદ્ધ આગામી સૈન્ય વ્યૂહરચના અને તેના હથિયાર કાર્યક્રમને રોકવા પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અત્યાર સુધી આ યુદ્ધ માત્ર હવાઈ હુમલાઓ સુધી સીમિત હતું, પરંતુ હવે પેન્ટાગન દ્વારા ઈરાન પર કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે તેવા મોટા ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ (જમીની હુમલા) માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો આક્રમક વલણ અપનાવવાનો નિર્ણય કરે, તો અમેરિકન સેના લાંબા સમય સુધી ટકી શકે તેવા જમીની અભિયાન માટે સજ્જ છે. અત્યાર સુધીના ઓપરેશનમાં 900 થી વધુ હુમલાઓ અને ટોચના નેતાઓના મોતના પગલે હવે આ યુદ્ધ વધુ ખતરનાક વળાંક પર પહોંચ્યું હોય તેવું જણાય છે.
શારજાહમાં મોડી રાતે ધડાકો
કુવૈતમાં પાવર અને પાણીના પ્લાન્ટ પર મિસાઈલ એટેક
અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને અમેરિકાના અન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઈરાની સેનાએ કુવૈતમાં મિસાઈલો ઝીંકી હતી. જેમાં પાવર પ્લાન્ટ તથા વૉટર ડિસેલિનેશન પ્લાન્ટને ગંભીર નુકસાન થયું હતું. આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું.
ઈસ્લામાબાદમાં યોજાશે શાંતિ મંત્રણા, પાકિસ્તાનનો દાવ
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે દાવો કર્યો હતો કે ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાનું આયોજન થશે. તેમાં મધ્યસ્થી કરનારા દેશો પણ હાજર રહેશે. આ યુદ્ધને કારણે લોકોના રોજગાર અને સામાન્ય જનજીવન પર ગંભીર અસર થઇ છે.
ઈરાકમાં અમેરિકાના બેઝ પર હુમલો
5 હર્મીજ ડ્રોન ધ્વસ્ત કર્યા : IRGC
IRGC એ મોટો દાવો કરતાં કહ્યું હતું કે અમે 24 જ કલાકમાં જ ઈરાનના દક્ષિણમાં મોટી કાર્યવાહી કરતાં ઈઝરાયલ અને અમેરિકા દ્વારા હુમલા કરવા માટે વાપરવામાં આવી રહેલા પાંચ હર્મીજ ડ્રોનને ધ્વસ્ત કરી દીધા હતા.
અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં તબરીઝ પેટ્રોકેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યો
અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં ભારે તબાહી મચાવી છે. આ વખતે ઉત્તર પશ્ચિમ ઈરાનમાં આવેલા તબરિઝ પેટ્રોકેમિકલ પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો. પ્લાન્ટ પર હુમલા બાદ એક પ્રચંડ આગ ફેલાઈ હતી અને આકાશમાં કાળા ધૂમાડાએ કબજો જમાવી લીધો હતો.



