गुजरात

ચૂલી ચેકપોસ્ટ પાસે કારમાંથી રૂ. 1.22 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 1 22 lakh seized from car near Chuli checkpost



– એક શખ્સની ધરપકડ, અન્ય એક ફરાર

– ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પેટ્રોલિંગ કાર, દારૂ સહિત રૂ. 4.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ચૂલી ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન એક કારને અટકાવી તપાસ કરતા તેમાંથી રૂ.૧.૨૨ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.૪.૨૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ રોકવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાતમીના આધારે ચૂલી ચેકપોસ્ટ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ કારને પોલીસે અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ ૯૪ બોટલો (કિં.રૂ. ૧,૨૨,૨૦૦) મળી આવી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી ૩ લાખની કિંમતની કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂ.૪,૨૨,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાર ચાલક નરેન્દ્રભાઈ મૂળજીભાઈ રાઠોડની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, તપાસ દરમિયાન અન્ય એક શખ્સ જયેશભાઈ મૂળજીભાઈ રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આ બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button