मनोरंजन

ધુરંધરની ટીકા માટે ટ્રોલ થયા બાદ રીત પડ્ડાનું ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ | Rit Padda’s Insta account deleted after being trolled for criticizing Dhurandhar



– અનીત પડ્ડાની બહેનની ભારે ઝાટકણી

– અનીતની બહેન રીત એક પાકિસ્તાની સાથે રિલેશનશિપમાં હોવાનો આરોપ પણ મૂકાયો

મુંબઈ: ‘સૈયારા’ ફિલ્મથી જાણીતી બનેલી અનીત પડ્ડાની બહેન રીત પડ્ડાએ રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ની આકરી ટીકા કર્યા બાદ તે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ હતી. આખરે રીતે પોતાનું ઈન્સ્ટા એકાઉન્ટ તથા લિંક્ડ ઈન પ્રોફાઈલ પણ ડિલીટ કરી દીધાં હોવાનું કહેવાય છે. 

રીત પડ્ડાની ઈન્સ્ટા પ્રોફાઈલ સર્ચ કરતાં હવે આ એકાઉન્ટ અસ્તિત્વમાં નથી તેવો   મેસેજ જોવા મળ્યો હતો.  પેરિસમાં માર્કેટિંગ પ્રોફેશનલ તરીકે કામ કરતી રીતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘ધુરંધર’ પણ ‘કાશ્મીર ફાઈલ્સ અને ‘કેરલ સ્ટોરીઝ’ જેવી જ પ્રોપેગેન્ડા ફિલ્મ છે. તે પછી અનેક લોકોએ રીતને ભારે ટ્રોલ કરી હતી. કેટલાક લોકોએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે રીત એક પાકિસ્તાની ફૈઝલ અહમદ સાથે રિલેશનશિપમાં છે એટલે તે આવી પોસ્ટ કરી રહી છે. જોકે, આ આક્ષેપો કે સમગ્ર વિવાદ અંગે રીત અથવા તો અનીત પડ્ડાએ પણ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. 

જોકે, એવું મનાય છે કે રીતની બહેન અનીતની કેરિયર હજુ તો બોલિવુડમાં જામી રહી છે તેથી બોલિવુડમાં તેના કોઈ દુશ્મનો ન બને અને વિવાદ આગળ ન વધે તે માટે રીતે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું હોય તેવું બની શકે છે. 



Source link

Related Articles

Back to top button