मनोरंजन

મહાકાલીના સેટ પરથી શુક્રાચાર્ય અક્ષય ખન્નાના ફોટા વાયરલ | Photos of Shukracharya Akshaye Khanna from the sets of Mahakali go viral



– દિગ્દર્શક પ્રશાતં વર્માએ જ ફોટા પોસ્ટ કર્યા

– અક્ષય આ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યૂ કરશે, આગામી વર્ષે મેમાં ફિલ્મ રીલિઝ થશે

મુંબઈ: પ્રશાંત વર્માની ફિલ્મ ‘મહકાલી’ના સેટ પરથી અક્ષય ખન્નાનો શુક્રાચાર્ય તરીકેનો લૂક વાયરલ થયો છે. અક્ષય ખન્નાના જન્મદિન નિમિત્તે પ્રશાંત વર્માએ જ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 

અક્ષય ખન્નાના ‘ધુરંધર’ના લૂકએ અગાઉ સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું. 

આ પહેલાં ‘છાવા’ ફિલ્મમાં ઔરંગઝેબ તરીકેનો તેનો લૂક પણ બહુ વાયરલ થયો હતો. 

‘મહાકાલી’ માં ભૂમિ શેટ્ટી મહત્વની ભૂમિકા ભજવવાની છે.  ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આગામી મે માસમાં રજૂ થવાની છે. 



Source link

Related Articles

Back to top button