मनोरंजन

વિજય વર્માની મટકા કિંગ સીરિઝ એપ્રિલમાં રજૂ થશે | Vijay Varma’s Matka King series to be released in April



– મુંબઈના મટકા બિઝનેસ પરની વાર્તા હશે

– હવે બહુ ઓછો દેખાતો પીઢ કલાકાર ગુલશન ગ્રોવર આ સીરિઝમાં મહત્વની ભૂમિકામાં

મુંબઈ: મુંબઈથી સંચાલિત થતો મટકા બિઝનેસ એક જમાનામાં દેશભરમાં ફેલાયેલો હતો. ૬૦ના દાયકામાં વ્યાપેલા આ મટકા બિઝનેસની સ્ટોરી ધરાવતી સીરિઝ ‘મટકાકિંગ’ આગામી એપ્રિલમાં રજૂ થવાની છે. વિજય વર્મા આ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે કૃતિકા કામરા અને સઈ તમ્હણેકર સહિતના કલાકારો છે. એક જમાનોનો બોલિવુડનો ખુંખાર વિલન પરંતુ હવે બહુ ઓછી ભૂમિકાઓ સ્વીકારતો ગુલશન ગ્રોવર પણ આ સીરિઝમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

આ સીરિઝનું દિગ્દર્શન નાગરાજ મંજુલેએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૯૭૫માં ફિરોઝ ખાને મટકા બિઝનેસ પર ફિલ્મ બનાવી હતી જેમાં પ્રેમનાથે મટકા કિંગની ભૂમિકા ભજવી હતી. 



Source link

Related Articles

Back to top button