गुजरात

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો | vadaj police caught five accused in kidnaping case


અમદાવાદ,રવિવાર

શહેરના સરસપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને પગારની બાબતમાં અદાવત રાખીને વાડજથી કારમાં અપહરણ કરીને ચાંદલોડિયામાં મેદાનમાં લઇ જઇને માર મારીને વિડીયો ઉતાર્યા બાદ પોલીસ ફરિયાદ કરશે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ અંગે વાડજ પોલીસે પાંચ મુખ્ય આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

સરસપુરમાં રહેતો રાજ બારોટ ગોતામાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ  પહેલા તે પંચવટી નવરંગપુરામાં આવેલી એક કંપનીમાં કામ કરતો હતો. આ કંપનીમાં  પિન્ટુ મકવાણા, હર્ષ મોભ નામના યુવકો પણ કામ કરતા હતા. કંપનીમાં રંજન નામની યુવતીએ રાજ બારોટને પગાર બાબતે કોલ કર્યો હતો અને હર્ષે રંજનના ફોનથી  રાજ ને ધમકી આપી હતી. રાજ સાંજના સમયે નોકરીથી અખબારનગર સર્કલથી પસાર થતો હતો ત્યારે વિશાલ નામના યુવકે તેને સંજીવની હોસ્પિટલ બોલાવ્યો હતો. જ્યાં એસયુવી કારમાં નયન, વિશાલે તેને માર મારી કારમાં બળબજરી પૂર્વક બેસાડીને માર માર્યો હતો.

પગારની બાબતમાં પૂર્વ કર્મચારીઓએ યુવકનું અપહરણ કરી માર માર્યો 2 - imageઆ સમયે કારમાં પિન્ટુ, હર્ષ સહિતના લોકો પણ હતા. તેને કારમાં મારતા મારતા ચાંદલોડિયાના એક મેદાનમાં લઇ ગયા હતા. જ્યાં તેને બહાર કાઢીને માર મારીને પગાર કેમ નથી કરાવ્યો તેમ કહીને  મારતા સમયનો વિડીયો પણ બનાવ્યો હતો. મોબાઇલ ફોનની લૂંટ પણ કરી હતી. તે પછી અન્ય કારમાં લઇને ધમકી આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરીશ તો અપહરણ સાથે હવે હત્યા થશે.

આ અંગે રાજ બારોટે વાડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ડાંગરે જણાવ્યું કે  આ કેસમાં વિશાલ વાણિયા, નયન સાગડીયા,  પિન્ટુ મકવાણા (રહે. સત રોહિદાસ સોસાયટી, ચાંદલોડીયા) , હર્ષ મોભ અને તેના ભાઇ મિહીરની ધરપકડ કરવામાં આવી છે. 



Source link

Related Articles

Back to top button