गुजरात

સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા | 22 Year Old Youth Drowns in Olpad Resort Swimming Pool in Surat



Surat News : સુરતના ઓલપાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત

મળતી માહિતી મુજબ, ઓલપાડ તાલુકાના તળાદ ગામ સીમમાં આવેલા અક્ષય રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ગત 23 માર્ચના રોજ પાંડેસરાનો પુરુષોત્તમ ચૌધરી(ઉં.વ.22) નામનો યુવક ન્હાવા પડ્યો હતો. જેમાં સ્વિમિંગ પૂલમાં પુરુષોત્તમ ડૂબતો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. 

આ પણ વાંચો: વાપીમાં માનવતાને શર્મસાર કરતા દૃશ્યો: અકસ્માત બાદ રાહદારી પરથી 20 મિનિટ સુધી પસાર થતા રહ્યાં વાહનો, યુવકનું કરૂણ મોત

સમગ્ર ઘટના બાદ યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ઓલપાડ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલમાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 



Source link

Related Articles

Back to top button