જામનગરમાં પોલીસનો જુગાર અંગે દરોડો: જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid on gambling in Jamnagar Five caught

![]()
જામનગર શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ પણ કબજે કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા. 28-03-2026ના રોજ સાંજે 6:00 વાગ્યાના સમયે સાધના કોલોની ગેટ નંબર-1 નજીક જાહેર સ્થળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન આરોપીઓ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર “એકી-બેકી” નામનો જુગાર રમી રહ્યા હતા અને પૈસાની હાર-જીત કરી રહ્યા હતા. જે પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા 13,600/-ની રોકડ રકમ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં સાગર હસંરાજભાઈ હુરબડા, શૈલેષભાઈ જેન્તીભાઈ મંગે, દુષ્યતસિંહ ભરતસિંહ પીંગળ, ભાવેશભાઈ ધીરુભાઈ ગંઢા અને જગદીશભાઈ વીસનદાસ ગજરા સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



