રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojka

![]()
– દર્શન કરી પરત પોતાના ગામ જતા અકસ્માત સર્જાયો
– કારમા સવાર મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
ધંધુકા : ધંધુકા-ધોલેરા રોડ પર આવેલા રોજકા ગામ નજીક ડમ્પર અને ઇકો કાર વચ્ચે સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ભૂતિયા ગામે રહેતા લોકો કાર નંબર જીજે ૦૪ ડીએ ૧૯૫૧ લઈને રોજકા ગામે દર્શન કરવા માટે આવ્યો હતો.દર્શન કાર કાર લઈને પોતાને ગામ ભૂતિયા જઈ રહ્યા હતા તે દરમિયાન ધંધૂકાના રોજકા ગામ નજીક સામેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે ૩૮ ટીબી ૦૮૮૦ સાથે ધડાકા ભેર અથડાતા કારમાં સવાર ગોપીબેન ઘનશ્યામભાઈ ચૌહાણ ( ઉ.વ ૨૫ ) નું સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે મનસાબા પ્રભાતસિંહ વાળા (ઉં.વ ૬૦ ) અને સૂર્યદીપભાઈ અશોકભાઈ વાળા (ઉં.વ ૩૦) ને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.



