હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં પકડાયેલી મહિલા જેલમાં | Woman arrested in honeytrap robbery case in jail

![]()
વડોદરા,ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા ૩૦ વર્ષના યુવકને હનિટ્રેપમાં ફસાવી દાગીના લૂંટી લેવાના કેસમાં પકડાયેલી રાજકોટની મહિલાને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવી છે.
વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરનાર યુવકને એક ગેંગે હનિટ્રેપમાં ફસાવવાની યોજના ઘડી વાઘોડિયારોડ પર બોલાવ્યો હતો. ત્યારબાદ ગેંગે આરોપીને ધમકાવી હુમલો કરી દાગીના લૂંટી લીધા હતા. આ ગુનામાં પાણીગેટ પોલીસે મુમતાઝ યોગેશભાઇ શીંગર (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, ખોડિયાર ચોક પાસે, રાજકોટ) મળી આવતા તેની ધરપકડ કરી હતી.જેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી અપાઇ હોવાનું પોલીસે જણાવ્યું છે. જ્યારે તેના પતિ યોગેશ તથા અન્ય આરોપીઓ નિકુંજ નરોતમબાપુ ગોંડલીયા (રહે. ચીંચોડ, રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઠારીયા સોલવંટ, રાજકોટ), કેતન મુકેશભાઇ દેગામા (રહે.હુડકો ચોકડી, જડેશ્વર પાર્ક, રાજકોટ) તથા અન્ય એક આરોપીઓને ઝડપી પાડવા અલગ – અલગ ટીમ બનાવી પોલીસે તપાસ શરૃ કરી છે.


