दुनिया

શાંતિ વાર્તાને ઝટકો! ઈઝરાયલની 50 ફાઈટર જેટ સાથે એરસ્ટ્રાઈક, ઈરાને 3 દેશો પર હુમલો કરતાં અફરાતફરી | iran attacks kuwait airport dubai us military bases middle east war




Iran America War : પશ્ચિમ એશિયામાં હાલ સ્ફોટક પરિસ્થિતિ છે. શનિવારે ઈરાની સેનાએ કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓએ ખાડી દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લઈને દુબઈમાં આવેલા અમેરિકી સૈન્યના ગુપ્ત ઠેકાણાઓ સુધી, ઈરાને ચોકસાઈપૂર્વક નિશાન સાધ્યું છે.

કુવૈત એરપોર્ટ પર ડ્રોન હુમલો રડાર સિસ્ટમ ધ્વસ્ત

શનિવારે વહેલી સવારે ઈરાની ડ્રોન્સે કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. કુવૈત સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એરપોર્ટની મુખ્ય રડાર પ્રણાલીને ભારે નુકસાન થયું છે. જેના કારણે વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે. ઈરાનનું આ પગલું સીધું જ ખાડી દેશોના સુરક્ષા કવચને તોડવા સમાન માનવામાં આવે છે.

દુબઈમાં અમેરિકી સૈનિક સ્થળો પર મિસાઈલ મારો

ઈરાની મીડિયા ફાર્સ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાને દુબઈમાં અમેરિકી સેનાના બે હાઈડઆઉટ્સ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે આ ઠેકાણાઓમાં 500 થી વધુ અમેરિકી સૈનિકો હાજર હતા. ઈરાની કમાન્ડરોએ ચેતવણી આપી છે કે, આ પ્રદેશ અમેરિકી સૈનિકો માટે કબ્રસ્તાન બની જશે.

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

યુક્રેન સાથેના સંરક્ષણ કરાર અને ઈરાની એક્શન

રસપ્રદ વાત એ છે કે, આ હુમલાના થોડા કલાકો પહેલા જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં બંને દેશો સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે સહમત થયા હતા. ઈરાને તરત જ કાર્યવાહી કરતા દુબઈમાં સ્થિત યુક્રેનિયન એન્ટી-ડ્રોન સિસ્ટમ ડેપોને પણ નષ્ટ કરી દીધો છે. જેનો ઉપયોગ અમેરિકી સેનાની મદદ માટે કરવામાં આવતો હતો.

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીધી ટક્કર

બીજી તરફ, ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ પણ ઇઝરાયલ પર મિસાઈલ હુમલાની શરૂઆત કરી દીધી છે. જોકે, ઇઝરાયલી સેનાએ આ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ ઇઝરાયલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ પર હુમલો કરીને તેહરાન સામેની ઝુંબેશને તેજ બનાવવાની ધમકી આપી હતી.

ઇરાનનું આક્રમક વલણ

ઈરાનના આ આક્રમક વલણ અને મિસાઈલ હુમલાઓએ સાબિત કરી દીધું છે કે, હવે આ સંઘર્ષ માત્ર ઇઝરાયલ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ સમગ્ર મિડલ ઈસ્ટને લપેટમાં લઈ રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ સીધી ટક્કર આવનારા દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર અને શાંતિ માટે મોટો ખતરો બની શકે છે.



Source link

Related Articles

Back to top button