ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather forecast unseasonal rain next 7 days updates

![]()
Rain in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ફરી કમોસમી વરસાદ(માવઠું) પડવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી બે થી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ ફેરફારને કારણે તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી ગરમીથી આંશિક રાહત મળશે.
આગામી બે દિવસ વરસાદની આગાહી
29 માર્ચ (આવતીકાલે): કચ્છ, દ્વારકા, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદની શક્યતા છે.
30 માર્ચ: બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ પડી શકે છે.
31 માર્ચ: ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારો જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ખેડૂતો ચિંતામાં મૂકાયા
ભર ઉનાળે વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, ખેતરમાં ઉભા પાક વચ્ચે અચાનક બદલાતા વાતાવરણ અને ભારે પવન સાથેના વરસાદને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીનો ભય જોવા મળી રહ્યો છે.



