दुनिया

“યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે તિરાડ? જેડી વેન્સ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલીના અહેવાલથી વિશ્વ સ્તબ્ધ ” | jd vance netanyahu call iran war disagreement us israel tension



America Iran War : અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ઈરાન યુદ્ધના મુદ્દે મતભેદો હવે સપાટી પર આવી ગયા છે. હાલમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે થયેલા ફોને બંને દેશોના અલગ-અલગ દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરી દીધા છે.

સત્તા પરિવર્તનના દાવા પર સવાલ

રિપોર્ટ અનુસાર, જેડી વેન્સે નેતન્યાહુના એ દાવા પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા છે. જેમાં ઈરાનમાં સત્તા પરિવર્તનને સરળ ગણાવવામાં આવ્યું હતું. વેન્સે સ્પષ્ટ કર્યું કે, વાસ્તવિકતા એટલી સરળ નથી જેટલી ઇઝરાયલ દ્વારા દર્શાવવામાં આવી હતી. અમેરિકી અધિકારીઓના મતે, વેન્સ આ મામલે ઇઝરાયલ કરતાં વધુ સાવધ અને સ્પષ્ટ વલણ ધરાવે છે.

શું વેન્સની ભૂમિકાને નબળી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

આ ફોન કોલ બાદ એવા પણ આરોપો લાગ્યા છે કે, ઇઝરાયલ જાણી જોઈને જેડી વેન્સની છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક અહેવાલોમાં એવું ફેલાવવામાં આવ્યું કે ઈરાન માત્ર વેન્સ સાથે જ સમજૂતી કરવા માંગે છે, જેથી શાંતિ વાટાઘાટોમાં વેન્સની ભૂમિકાને પ્રભાવિત કરી શકાય.

આ પણ વાંચો : ‘યુદ્ધના કારણે આખી દુનિયા પરેશાન, અફવાઓથી બચો…’ નોઈડા એરપોર્ટના ઉદ્ધાટન સમયે બોલ્યા PM મોદી

શા માટે જેડી વેન્સ મહત્વના છે?

અમેરિકી વહીવટીતંત્ર માને છે કે, ઈરાન સાથેના કોઈપણ સંભવિત કરાર માટે જેડી વેન્સ જ સૌથી મોટી આશા છે. જો ઈરાન વેન્સ સાથે કોઈ ઉકેલ પર નથી પહોંચી શકતું, તો ભવિષ્યમાં સમજૂતીની શક્યતાઓ નહિવત બની જશે.

વેન્સની રણનીતિ કાયમી યુદ્ધનો વિરોધ

જેડી વેન્સ લાંબા સમયથી વિદેશી યુદ્ધોમાં અમેરિકાની વધુ પડતી સંડોવણીના વિરોધી રહ્યા છે. તેમની રણનીતિ મુજબ તેઓ આ યુદ્ધને અનંતકાળ સુધી ખેંચવા માંગતા નથી. ટ્રમ્પના નિર્ણયોનું સમર્થન કરવા છતાં, તેઓ ઇઝરાયલના દરેક દાવા પર આંધળો વિશ્વાસ કરવાને બદલે સંતુલન જાળવવા માંગે છે. વાટાઘાટો પર ભાર આપતા તેઓ હાલમાં અમેરિકી દૂતો સાથે મળીને શાંતિ પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ વિવાદ દર્શાવે છે કે ભારત માટે મહત્વના એવા આ મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં સ્થિતિ અત્યંત જટિલ છે. ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેની આ ખેંચતાણ ઈરાન યુદ્ધની દિશા બદલી શકે છે.



Source link

Related Articles

Back to top button