LIVE શૉ દરમિયાન મિસ થાઈલેન્ડ કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા, VIDEO થયો વાઈરલ | miss thailand contestant kamolwan chanago teeth fall out live stage video

![]()
Miss Thailand Contestant: આજના યુગમાં કોઈ પણ ક્ષણને સોશિયલ મીડિયા પર વાઈરલ થવામાં સમય નથી લાગતો. દુનિયા ફેસબુક, X, ઈન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર જ વધુ સમય એક્ટિવ રહે છે. ફોનની બહાર જોયેલી દરેક વસ્તુને આપણે કેમેરામાં કેદ કરીને ઈન્ટરનેટ પર વાઈરલ કરી દઈએ છીએ. તેમાં જાનવરોના ફની વીડિયોથી લઈને વિવાદાસ્પદ વાતો અને મોડલ્સના અસહજ મોમેન્ટ પણ સામેલ છે. આવો જ એક વીડિયો હાલમાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્યુટી પેજન્ટ કન્ટેસ્ટન્ટનો Oops મોમેન્ટ જોઈને તમારા હોંશ તો ઊડી જ જશે પરંતુ આ સાથે જ તમે તમારી હસી પણ ન રોકી શકશો.
LIVE શૉ દરમિયાન મિસ થાઈલેન્ડ કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા
આ વીડિયો મિસ થાઈલેન્ડ પેજન્ટનો છે. તેમાં કમોલવાન ચનાગો (Kamolwan Chanago) નામની કન્ટેસ્ટન્ટને જોઈ શકાય છે. ચાનાગોએ કલ્પના પણ નહોતી કરી કે તેની સાથે આવું થશે. વાઈરલ વીડિયોમાં તે માઈક પર વાત કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાના મોંઢામાં નકલી દાંત લગાવ્યા હતા. તેની પ્રેઝન્ટેશન દરમિયાન લાઈવ શૉ દરમિયાન તેના આ દાંત પડી ગયા અને બધાને ખબર પડી ગઈ કે તેના અસલી દાંત એટલા સુંદર નથી.
મોડલે ગભરાયા વિના પરિસ્થિતિ સંભાળી લીધી
પરંતુ મોડલે આ ક્ષણને પોતાની મહેનત ખરાબ કરવા ન દીધી. તેણે પોતાનો ચહેરો ફેરવ્યો અને તરત જ પોતાના દાંત ઠીક કરી લીધા. ત્યારબાદ તે પાછળ ફરી અને સ્ટેજ પર રેમ્પ વૉક કરવા લાગી. ચનાગો તેના ગોલ્ડન શિયર ડ્રેસ અને ફર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કન્ટેસ્ટન્ટને પોતાના રિએક્શન અને પરિસ્થિતિને ગભરાયા વિના સંભાળવા બદલ પ્રશંસા મળી રહી છે. તેના આત્મવિશ્વાસે તેની સામે બેઠેલા ઓડિયન્સને પણ ખુશ કરી દીધા.
યુઝર્સની પ્રતિક્રિયા
આ વાઈરલ ક્ષણના કારણે મોડલ અને બ્યુટી પેજન્ટમાં હિસ્સો લેનારી મહિલાઓ પર પરફેક્ટ દેખાવા માટેના ભારે દબાણ વિશે પણ ચર્ચા શરૂ થઈ છે. યુઝર્સ કમેન્ટ સેક્શનમાં કમોલવાન ચનાગોની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘તે આગળ વધી. તે સારી વાત છે. હું ખુશ છું કે કમેન્ટમાં લોકો તેના વિશે ખરાબ નથી બોલી રહ્યા.’ બીજાએ લખ્યું કે, ‘હું તો રડવા લાગી ગઈ હોત. તેણે ખૂબ જ સરસ કર્યું.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તો આ છોકરીઓમાં કંઈ જ વાસ્તવિક નથી હોતું?’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘કંઈ વાંધો નહીં ક્વીન, તું ખૂબ સુંદર લાગી રહી છે.’
અગાઉ પણ આપણે કેટલીક મોડલની બહાદુરી જોઈ ચૂક્યા છીએ
આ પહેલા પણ આપણે મોડલ્સની બહાદુરી જોઈ ચૂક્યા છીએ. ઓક્ટોબર 2025માં મિસ યુએસએ કન્ટેસ્ટન્ટ મેરી સિકલરે પોતાના એક નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એલોપેસિયા નામની બીમારીથી પીડાતી મેરીએ પેજન્ટના પ્રીલિમનરી રાઉન્ડમાં વિગ પહેરવાનો ઈનકાર કરી દીધો હતો. આ બીમારીમાં વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં મેરી વિગ પહેરતી હતી. પરંતુ તે દિવસે તેણે પોતાના ટાલવાળા માથા સાથે જ રેમ્પ વોક કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના માથાને શણગાર્યું અને સુંદર સિલ્વર ગાઉન પહેરીને વોક કર્યો હતો. તેના આ પગલાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બાદમાં મોડલે જણાવ્યું હતું કે, ‘મેં કોઈને કહ્યા વિના આ કર્યું હતું અને મને તેના પર ગર્વ છે.’
મિસ થાઈલેન્ડ બ્યુટી પેજન્ટની કોરોનેશન સેરેમની શનિવાર 28 માર્ચે યોજાશે. તેમાં એક કન્ટેસ્ટન્ટને મિસ થાઈલેન્ડ પસંદ કરવામાં આવશે અને તેને તાજ પહેરાવવામાં આવશે. આ ક્ષણ વાઈરલ થયા બાદ કન્ટેસ્ટન્ટ કમોલવાન ચનાગોની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેને પબ્લિકનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.



