दुनिया

શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો સૌથી મોટો ડર દૂર? રૂબિયોએ કહ્યું- જમીન પર સેના નહીં ઉતારે અમેરિકા | Iran US War: Rubio Says No Ground Troops Big Relief Before Peace Talks



Iran-US War: મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ જ્યાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે શાંતિની વાત કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ઈરાનનો દાવો છે કે અમેરિકા તેમના ટાપુ પર કબજો કરવા તૈયારી કરી રહ્યું છે. યુદ્ધમાં બંને પક્ષો તરફથી જુદા જુદા નિવેદનોના કારણે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. એવામાં અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મોટું નિવેદન આપ્યું છે.

ઈરાનની સૌથી મોટી આશંકા દૂર? અમેરિકાએ કહ્યું- જમીન પર સેના નહીં ઉતારીએ 

માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે ઈરાન વિરુદ્ધનું સૈન્ય અભિયાન લાંબુ નહીં ખેંચાય. ફ્રાન્સમાં G7 દેશોની બેઠક બાદ તેમણે જણાવ્યું કે, આ ઓપરેશન મહિનાઓ સુધી નહીં ચાલે. અમેરિકા અમુક અઠવાડિયામાં જ પોતાના લક્ષ્ય હાંસલ કરી લેશે. તેના માટે અમેરિકાએ જમીન પર સેના ઉતારવાની જરૂર નહીં પડે. 

ટ્રમ્પે 10 દિવસની નવી ડેડલાઈન આપી હતી

નોંધનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ઈરાનને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે 10 દિવસની નવી ડેડલાઇન આપી છે. જો ઈરાન આ માર્ગ નહીં ખોલે, તો અમેરિકા તેના ઉર્જા માળખા પર સીધા હુમલા કરવાની ચેતવણી આપી છે. અમેરિકાએ પાકિસ્તાન મારફતે ઈરાનને 15 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ પણ મોકલ્યો છે. જેમાં યુરેનિયમ સંવર્ધન રોકવાની શરત મુખ્ય છે. 

જોકે બીજી તરફ ઈરાન સતત અમેરિકા તથા અમેરિકાના સહયોગી દેશોના સૈન્ય ઠેકાણા પર હુમલા કરી રહ્યું છે. સાઉદી અરેબિયામાં કરાયેલા હુમલામાં અમેરિકાના 12 સૈનિકો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત ગંભીર છે. 

હજારોની સંખ્યામાં સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલી રહ્યું છે અમેરિકા 

અમેરિકા ભલે જમીન પર સેના મોકલવાનો ઈનકાર કરી રહ્યું હોય પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. પેન્ટાગોન હજારોની સંખ્યામાં મરીન અને એરબોર્ન સૈનિકોને મિડલ ઈસ્ટ મોકલી રહ્યું છે. માર્ચના અંત સુધીમાં આ ટુકડીઓ યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી જશે, જે સંકેત આપે છે કે જો મંત્રણા નિષ્ફળ જાય તો યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે.

યુદ્ધમાં ઈરાનમાં 1900થી વધુ મોત

ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું છે કે એક તરફ અમારા પર હુમલા થઈ રહ્યા હોય ત્યારે વાતચીત અસ્વીકાર્ય છે. આ યુદ્ધમાં ઈરાનમાં અત્યાર સુધીમાં 1900થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અમેરિકાના 300 સૈનિકો ઘાયલ થયા છે અને 13નું મોત થયું છે. 



Source link

Related Articles

Back to top button