મહુવાસ ગામે પ્રોટેકશન વોલનું કામ ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં શરૂ કરાયું
૩.૫૦લાખ પ્રોટેકશન વોલ માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવ્યા
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ , સુનિલ ડાભી
વાંસદા તાલુકાના મહુવાસ ગામે પેલાડ ફળિયામાં ૩.૫૦ લાખનું પ્રોટેકશન વોલ નું કામ વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ ના ફંડમાંથી ફાળવવામાં આવતા જે કામની શરૂઆત ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતમાં શરૂ કરવામાં આવ્યું હતી, મહુવાસ ગામે પેલાડ ફળિયાના રહીશોનો જમીન ધોવાણને કારણે પ્રોટેકશન વોલ માટેનો પ્રશ્ન હતો જેની રજૂઆત ત્યાંના સ્થાનિક આગેવાન હરીશભાઇ ગામીત દ્વારા ધારાસભ્ય અનંત પટેલને કરવામાં આવી હતી તેના અનુસંધાને વાંસદા ચીખલી ના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી અને એમણે ૨૦૧૯-૨૦ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૩.૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટને પ્રોટેકશન વોલ માટે ફાળવ્યા હતા જેના કામની આજે ગ્રામજનો અને ફળિયાના રહીશો ની હાજરીમાં કામો ચાલુ કરવામાં આવ્યા હતા એ પ્રોટેકશન વોલને કારણે પેલાડ ફળિયામાં જમીન ધોવાણ અટકશે પ્રોટેકશન વોલને કારણે ત્યાંના ઘરોનું રક્ષણ થશે આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય કિરણભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા