गुजरात

ચેતવણી! 48 કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘હિકા’ની દસ્તક, 120 KM/ કલાકની હશે ઝડપ

અમદાવાદ: પશ્વિમ બંગાળમાં ‘અમ્ફાન’ વાવાઝોડાએ કોહરામ મચાવ્યું છે. હવે ગુજરાતના સમુદ્ર તટ ઉપર ‘હિકા’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય મૌસમ વિભાગ પ્રમાણે અરબ સાગર ઉપર લો પ્રેશરનો વિસ્તાર બની રહ્યો છે. જેના કારણે ત્રણ જૂને મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી તટથી ચક્રવાતી તૂફાન ટકરાઈ શકે છે.

આ વાવાઝોડુ ગુજરાતના દ્વારકા ઓખા અને મોરબીથી ટકરાઈ, કચ્છ તરફ જઈ શકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અન્ય વાવાઝોડાની જેમ આ પણ કચ્છના કંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે.

48 કલાકમાં બનશે નિમ્ન દાબાણવાળો વિસ્તાર

આઈએમડીએ પોતાના ડેઈલી બુલેટીનમાં કહ્યું છે કે ‘દક્ષિણ પૂર્વ-પૂર્વ મધ્ય અરબ સાગરની ઉપર આગામી 48 કલાક દરમિયાન એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બનશે. આ તેના આગલા 48 કલાક દરમિયાન વધારે તીવ્ થઈને ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ વધારે તીવ્ર બની શકે છે. આ 3 જૂન સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના તટ અને ઉત્તર પશ્વિમોત્તર તરફ આગળ વધશે.’

દરિયા કિનારે એક નંબરનું સિગ્નલ લાગુ
અરબ સાગરના દ્વીપ ડિપ્રેશનના પગેલ ગુજરાતમાં સમુદ્રી કિનારાઓ ઉપર એક નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. સાથે સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચક્રવાત ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ મોસમ વિભાગની જાણકારી પ્રમાણે આ તૂફાન ગુજરાત આગળ વધી રહ્યું છે.

Related Articles

Back to top button