गुजरात

સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા : BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો | Surat Municipal Commissioner Taught a lesson to drivers driving in BRTS corridor



Surat BRTS Corridor : સુરત મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ ઝોનમાં સરપ્રાઈઝ વિઝીટ કરી સફાઈ અભિયાન કરી રહ્યાં છે તે દરમિયાન માટે પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. હવે પછી જો આવી ભૂલ થશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી છે. 

આજે  સવારે મ્યુનિસિપલ કમિશનર  દ્વારા વરાછા ઝોન-એ વિસ્તારમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તેમની મુલાકાત દરમિયાન પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. BRTS કોરિડોરમાં કેટલાક બેદરકાર અને બેફામ વાહન ચાલકો નિયમોની ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપાયા હતા. આ દ્રશ્ય જોઈ મ્યુનિ. કમિશનર એમ.નાગરાજને કડક વલણ અપનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને અટકાવીને તેમને જાહેરમાં જ ટ્રાફિક શિસ્તનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. BRTS કોરિડોર કોઈ સામાન્ય માર્ગ નથી, પરંતુ શહેરના જાહેર પરિવહનના છે. તેમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો માત્ર નિયમોનો ભંગ નથી, પરંતુ આખી વ્યવસ્થાને ખોરવી નાંખે છે. બસોની અવરજવર અટકવાથી હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે અને આવા બેદરકાર વાહનચાલકોના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની ખતરો પણ ઊભો થાય છે. છતાં કેટલાક લોકો પોતાની સુવિધા માટે શહેરની સુરક્ષા સાથે ખેલ કરે છે, જે ગંભીર બાબત છે તેવું કહ્યું હતું. 

મ્યુનિ. તંત્રએ તાકીદ કરી છે કે, હવે BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે, કેમેરા સર્વેલન્સ વધારવામાં આવશે અને જરૂર પડે ત્યાં સીધી કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે. શહેરમાં નિયમોનો ભંગ કરીને બેફામ રીતે વાહન ચલાવનારાઓ માટે આ ચેતવણી સમાન છે કે હવે શિસ્ત જાળવો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો.  



Source link

Related Articles

Back to top button