गुजरात

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilance commission report 2024 corruption complaints surat urban development department




Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તકેદારી આયોગના 2024 ના અહેવાલે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના વિવિધ સરકારી વિભાગો વિરુદ્ધ એક જ વર્ષમાં કુલ 11,223 ફરિયાદો નોંધાઈ છે.

સુરત જિલ્લામાં ફરિયાદોનો રાફડો

આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યના ગૃહ મંત્રીના વતન અને કાર્યક્ષેત્ર એવા સુરત જિલ્લામાં સૌથી વધુ 3,821 ફરિયાદો નોંધાઈ છે. જે રાજ્યની કુલ ફરિયાદોના 35% કરતા પણ વધુ છે. સુરત બાદ અમદાવાદ (1205) અને વડોદરા (624) ફરિયાદો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?

વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 3,271 (36%) ફરિયાદો મળી છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ (11%) અને ગૃહ વિભાગ (10%) સામે ભ્રષ્ટાચારની રજૂઆતો કરવામાં આવી છે.

આયોગની કામગીરી

આયોગે 23 ફરિયાદોમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો છે. 835 કેસોમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાયા છે. 6561 કેસોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 1157 ફરિયાદોમાં કોઈ તથ્ય ન જણાતા કેસ બંધ કરવામાં આવ્યા છે.

વિભાગ ફરિયાદો ટકા
શહેરી વિકાસ-ગૃહનિર્માણ 3271 36
મહેસૂલ વિભાગ 1018 11
ગૃહ વિભાગ 862 10
પંચાયત-ગ્રામવિકાસ 800 09
શ્રમ અને રોજગાર 495 05
માર્ગ અને મકાન વિભાગ 430 05
વન અને પર્યાવરણ 271 03
શિક્ષણ વિભાગ 270 03
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 192 02
કાયદા વિભાગ 180 02
અન્ય 1248 14



Source link

Related Articles

Back to top button