હોર્મુઝનો હા-હા-કાર હજી બંધ નથી થયો ત્યાં ઈરાન દુનિયા પર બીજો તેલ-ફાંસલો નાખવા તૈયારી કરે છે | Iran preparing to unleash another oil trap on the world while the Strait of Hormuz is not yet closed

![]()
– એક તરફ શાંતિ-મંત્રણાનો પ્રસ્તાવ, બીજી તરફ યુદ્ધ
– અમેરિકા જો ખાર્ગ ટાપુ ઉપર સૈનિકો ઉતારશે તો ઈરાન એડન અમાનની બાળ-અલ-મંડળ સમુદ્ર-ધુનિ બંધ કરાવશે
નવી દિલ્હી : અમેરિકા- ઈરાન યુદ્ધમાં બધુ બરોબર ચાલી નથી રહ્યું. એક તરફ ટ્રમ્પ શાંતિ મંત્રણાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ મધ્ય પૂર્વમાં ૩૦૦૦ સૈનિકો ઉતારવાની તૈયારી કરે છે. અટકળો તેવી બંધાઈ રહી છે કે તેઓ ઈરાનના સૌથી વધુ તેલ સમૃધ્ધ ટાપુ ખાર્ગ ટાપુ ઉપર એમ્ફીલિયન જહાજો દ્વારા હુમલા કરવાની તૈયારીમાં છે.
ઈરાન કહે છે કે જો ખાર્ગ ટાપુ ઉપર અમેરિકી સૈનિકો ઉતારાશે તો અમે એડનના અખાતમાંથી રાતા-સમુદ્ર અને ત્યાંથી સુએઝ નહેર તરફ જતો જળમાર્ગ જકડી લેશું.
હોર્મુઝમાંથી તો વૈશ્વિક તેલ પુરવઠા પૈકી ૨૦ ટકા જથ્થો પસાર થાય છે તેમાંથી ભારત સહિત માત્ર પાંચ દેશોને જ તેમના તેલ વાહક જહાજો જવા દેવાની મંજૂરી અપાઈ છે.
હવે જો અમેરિકા હોર્મુઝ સમુદ્ર ધુનિ પર આવેલા ખાર્ગ ટાપુ ઉપર સૈનિકો ઉતારે તો એડનના અખાતમાંથી રાતા સમુદ્ર અને ત્યાંથી સુએઝ નહેર તરફ જળમાર્ગ જાય છે. જે યુરોપીય દેશો માટે અત્યંત ઉપયોગી છે. અનિવાર્ય છે.
હવે જો બાલ-અલ-મંડળ બંધ થાય તો સઉદીના પશ્ચિમ તટેથી આવતું તેલ બંધ થઈ જાય.
ઈરાન તે જળમાર્ગ બંધ કરવા પુરતી શક્તિ ધરાવે છે. તે અમનમાં રહેતા હૂથી આતંકીઓને તે જળમાર્ગ બંધ કરવા આદેશ આપી શકે તેમ છે. આ હૂથી આતંકીઓને ઈરાન જ શસ્ત્રો સાધનો અને પૈસા આપે છે. તેઓ તેના પાલતુ છે. આમ ઈરાન દુનિયા માટે બીજો તેલ ફાંસલો નાખવાની તૈયારી કરી રહ્યું છે.



