તુર્કીનાં ઓઇલ ટેન્કર M/T અલ્તુરા પર ડ્રોન હુમલો : ભૂરાજકીય તંગદિલી વધી | Drone attack on Turkish oil tanker M/T Altura: Geopolitical tensions rise

![]()
– વૈશ્વિક તેલ પૂરવઠો પૂરો પાડવા માટે બોસ્પરસની સમુદ્રધુનિ મહત્ત્વનો જળમાર્ગ છે : તેની નજીક થયેલો હુમલો ગણતરીપૂર્વક થયો હોવાનું મનાય છે
નવીદિલ્હી : કાળા સમુદ્રમાં ૧૦ લાખ જેટલું તેલ લઈ જતાં તેલવાહક જહાજ એમ/ટી અલ્તુરા ઉપર અચાનક અને અકારણ થયેલા ડ્રોન હુમલાથી ભૂરાજકીય તંગદિલી વધી ગઈ છે. ચીક્કાર તેલ ભરેલાં આ જહાજ ઉપર ઇસ્તંબુલથી ૧૫ નોટિકલ માઈલ દૂર આ હુમલો થયો હતો. તેથી તેના બ્રીજ અને એન્જિનરૂમને પણ ભારે નુકસાન થયું હતું. જો કે હજી સુધી તેથી કોઈ મૃત્યુ થયાં હોવાની માહિતી મળી નથી. પરંતુ તે ઓઈલ ટેન્કરમાં રહેલા કેટલાયે ખલાસીઓ અને અધિકારીઓ મૃત્યુ પામ્યા જ હશે. તેમ સહજ રીતે માની શકાય તેમ છે.
ઉલ્લેખનીય તે છે કે જ્યારે વિશ્વ ક્રૂડ-ઓઈલની કટોકટી અનુભવી રહ્યું છે. ત્યારે થયેલી આ ઘટના ઘણી ગંભીર માનવામાં આવે છે.
વધુમાં જાણવા મળ્યું છે કે ખાસ કરીને એન્જિનરૂમમાં થયેલા આ વિસ્ફોટને લીધે જહાજમાં સમુદ્ર જળ ધસી આવ્યું છે.
એમ/ટી અલ્તુરા તે ‘સ્યુઝમેક્ષ’ વર્ગનું ઓઇલ ટેન્કર છે તે ઘણા મોટા પ્રમાણમાં ક્રૂડ લઈ જઈ શકે તેમ છે.
આ ઓઈલ ટેન્કર ઉપર વિસ્તારનું ૧૦ લાખ બેરલ ક્રૂડ લઈને રશિયાનાં નોવોરોઝીસ્ક પોર્ટ ઉપરથી ભૂમધ્ય સમુદ્ર તરફ જવા રવાના થયું હતું ત્યાં જ બોસ્પરસની સમુદ્રધુનિ પાસે તેની ઉપર હુમલો થયો હતો. હજી સુધી તે ડ્રોન વિમાન કયા દેશનું હતું તે પણ જાણી શકાયું નથી.
ટૂંકમાં તેટલું તો ચોક્કસ છે કે જ્યારે વિશ્વ તેલ કટોકટી અનુભવી રહ્યું છે ત્યારે આ હુમલો ચોક્કસ ગણતરીપૂર્વક કરવામાં આવ્યો હતો.



