मनोरंजन

બોમન ઈરાની ભયંકર રીતે ટ્રોલ! ટ્રમ્પના ‘ઈરાની’વાળા દાવાનો મજાક ઉડાવતો વીડિયો કર્યો પોસ્ટ, અભિનેત્રી ભડકી | Boman Irani Trolls Donald Trump Irani Statement Mandana Karimi On Actor’s Viral Video



Boman Irani Trolls: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બોલિવૂડ અભિનેતા બોમન ઈરાની પોતાના પોસ્ટ કરેલા એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે,  તેઓ ‘ઈરાનીઓ’ના સાથે સંપર્કમાં છે અને શાંતિ વાટાઘાટો ચાલી રહી છે. આ નિવેદન પછી ટ્રમ્પને ટ્રોલનો સામનો કરવો પડ્યો. આ બધા વચ્ચે એક વાઈરલ પોસ્ટ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો કે, ટ્રમ્પ કદાચ અરુણા ઈરાની, સ્મૃતિ ઈરાની અને બોમન ઈરાની જેવી ભારતીય હસ્તીઓનો ઉલ્લેખ કરી રહ્યા હશે! હવે, બોમન ઈરાનીએ આ બાબતે રિએક્શન આપ્યું છે. જેના પર મંદાના કરીમીએ પલટવાર કર્યો છે. 

બોમન ઈરાનીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યો કટાક્ષ 

બોમન ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને કહ્યું કે, ‘તમે જાણતા હશો કે ટ્રમ્પ ઈરાનીઓ સાથે વાત કરવા માંગે છે. હાલમાં ત્રણ વ્યક્તિઓ સાથે વાતચીત ચાલી રહી છે, જેમાં સ્મૃતિજી, અરુણા ઈરાની અને મારી સાથે. હું મારા માટે તૈયાર છું. અમે દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. જો કે, હું વોશિંગ્ટન નહીં જાઉં. હું તેમને મુંબઈની દાદર પારસી કોલોનીમાં આવવાનો પ્રસ્તાવ મૂકું છું, જ્યાં અમે તેમને ધનશાક અને કસ્ટર્ડ ખવડાવીશું. જો તેઓ એક ગેસ સિલિન્ડર લઈને આવે તો મને લાગે છે કે આપણું જીવન સરળ બની જશે.’

અભિનેત્રી મંદાના કરીમીએ નારાજગી વ્યક્ત કરી

બોમન ઈરાનીનો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને ફરહાન અખ્તર, સોની રાઝદાન અને પૂનમ પાંડે સહિત ઘણી સેલિબ્રિટીઓએ તેને પસંદ કર્યો છે. પરંતુ દરેકને આ મજાકની સારો ન લાગ્યો. વીડિયોને લઈને અભિનેત્રી મંદાના કરીમીએ નારાજગી વ્યક્ત કરી છે.

મંદાનાએ કહ્યું કે, ‘વર્ષોથી ઈરાનમાં લોકો મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ધરપકડ, ફાંસી આ બધુ ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતાં આ મુદ્દા પર મજાક કરવી એ યોગ્ય સમય નથી. આટલા વર્ષોથી આ બધું થઈ રહ્યું હતું ત્યારે લોકો શા માટે ચૂપ હતા અને હવે અચાનક તેના હ્યુમર કેમ કરવામાં આવી રહ્યો છે.’

બોમન ઈરાનીના વીડિયો પર ટિપ્પણી કરતા મંદાનાએ લખ્યું કે, ‘બોમન ઈરાની સર… અચાનક તમારે ઈરાન વિશે આટલું બધું કહેવું છે? શું સમય થોડો વિચિત્ર નથી લાગતો? વર્ષોથી ઈરાનના લોકો મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. લોકોની પકડવામાં આવી રહ્યા છે, મારવામાં આવે છે અને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. હજારો લોકો માર્યા ગયા છે અને પરિવારો વિખેરાઈ ગયા છે. અમારા જેવા લોકોએ આ બધું સહન કર્યું છે અને તેના વિશે વાત કરી છે. પરંતુ હવે અચાનક એક વીડિયો બની રહ્યો છે… હવે ચિંતા દેખાઈ રહી છે… અને એ પણ ગેસ, ટ્રમ્પ વિશે મજાક સાથે? તમારા અને પારસી સમુદાયના મૂળ પણ ઈરાન સાથે જોડાયેલા છે.’

આ પણ વાંચો: ભારતીય સિનેમામાં નવો રેકોર્ડ: ‘ધુરંધર 2’ બની સૌથી ઝડપી 1000 કરોડ કમાનારી ફિલ્મ, જાણો અત્યાર સુધીનું કલેક્શન

કરીમીએ વધુમાં કહ્યું કે, ‘લોકો જ્યારે મરી રહ્યા હતા ત્યારે આ અવાજ ક્યાં હતો? અને હવે અચાનક જ્યારે આ મામલો ગેસ, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સંકળાયેલો છે, ત્યારે જ ટિપ્પણી શરૂ થાય છે? સાચું કહું તો… પહેલા મૌન અને હવે મજાક, આ પરિવર્તન ખૂબ જ ઝડપથી થયું.’





Source link

Related Articles

Back to top button