‘કોઈ મદદ માટે આગળ ન આવ્યું, અમે યાદ રાખીશું’ યુદ્ધ વચ્ચે ફરી નાટો દેશો પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ | Trump Slams NATO Over Iran Conflict: ‘We Will Remember This’

![]()
US President Donald Trump Slams NATO Over Iran War : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો આજે 27મો દિવસ છે, ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી NATO દેશો પર રોષે ભરાયા છે. તેમણે નાટોને સીધી જ ધમકી આપતા કહ્યું કે, ‘તમે ક્યારે આ સમયને ભૂલતા નહીં. ટ્રમ્પે ટ્રુથ પોસ્ટમાં ઈરાન વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દ પણ બોલ્યા છે. તેમણે કહ્યું કે, ‘ઈરાન જેવા પાગલ દેશો વિરુદ્ધ નાટોએ કોઈ મદદ ન કરી. અમેરિકાને નાટો તરફથી કોઈપણ ચીજવસ્તુની જરૂર નથી, પરંતુ તમે આ સમય ક્યારે ભૂલતા નહીં.’
ટ્રમ્પે અગાઉ પણ NATOની ઝાટકણી કાઢી હતી
ટ્રમ્પે અગાઉ 20 માર્ચે પણ NATO દેશો પર પ્રહાર કર્યા હતા. નાટોએ હોર્મુઝ જળમાર્ગ ખોલવામાં મદદ ન કરતા ટ્રમ્પ નારાજ થયા હતા. અમેરિકન પ્રમુખે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને નાટોને કાગળ પરનો શેર અને તેના સભ્ય દેશોને કાયર ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા વગર નાટો કંઈપણ નથી. નાટો માત્ર ઓઈલની કિંમતો મુદ્દે ફરીયાદ કરે છે, પરંતુ મદદ માટે આગળ આવતા નથી.
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાની 40 ટકા ઓઈલ નિકાસ ઠપ થતાં સંકટ વધ્યું, ભારત પર શું થશે અસર?
NATO માત્ર ઓઈલની વધતી કિંમતોની ફરિયાદ કરે છે : ટ્રમ્પ
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર ગંભીર આક્ષેપ કરતા લખ્યું છે કે, ‘નાટો સભ્ય દેશો પરમાણુ શક્તિ સંપન્ન ઈરાનને રોકવાની લડાઈમાં સામેલ થવા માંગતા નથી. જ્યારે તેઓ માત્ર ઓઈલની વધતી કિંમતોની ફરિયાદ કરતા રહે છે. સામાન્ય સૈન્ય અભ્યાસ હોવા છતાં નાટોના સાથી દેશો હોર્મુઝ જળમાર્ગ ખોલવામાં મદદ કરવા માંગતા નથી.’
‘અમેરિકાને કોઈપણ દેશની મદદ જોઈતી નથી’
ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકા સૈન્ય દ્રષ્ટિએ જીતી ગયું છે અને હવે અમેરિકાને કોઈપણ દેશની મદદ જોઈતી નથી. તે વખતે પણ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, નાટોના આ સાથી દેશોને યાદ રાખીશું, તેઓ મુશ્કેલ સમયમાં સાથે ન ઉભા રહ્યા.
આ પણ વાંચો : આ અમારું યુદ્ધ નથી અને અમે નહીં કૂદીએ, યુરોપના શક્તિશાળી દેશે ટ્રમ્પને બતાવ્યો ઠેંગો



