दुनिया

શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો- ટાપુ પર કબજો કરવાની ફિરાકમાં અમેરિકાના હજારો સૈનિક | Iran Warns US and Israel Island Occupation Plot Will Lead to Massive Retaliation



Iran US Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર તબક્કે પહોંચ્યો છે. ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકેર ગાલિબાફે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે, કેટલાક ‘દુશ્મન’ દેશો પડોશી દેશના સાથ-સહકારથી ઈરાનના એક ટાપુ પર કબજો જમાવવાની યોજના બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કડક ચેતવણી આપતાં તેમણે જણાવ્યું છે કે, જો દુશ્મન દેશો આ દિશામાં એક પણ ડગલું આગળ વધશે, તો ઈરાન વળતો પ્રહાર કરવામાં જરા પણ ખચકાશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવી સ્થિતિમાં તે મદદગાર દેશની તમામ મહત્ત્વની માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ઈરાનના સીધા અને સતત હુમલાના નિશાના પર આવી જશે.

નેતન્યાહૂના ભ્રમનો શિકાર ન બનવા અમેરિકાને ઈરાનનો પડકાર

ગાલિબાફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન આ ક્ષેત્રમાં અમેરિકાની તમામ ગતિવિધિઓ અને સૈનિકોની તૈનાતી પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે અમેરિકન સૈનિકોને ચેતવણી આપી છે કે જે નુકસાન જનરલોએ કર્યું છે તેને સામાન્ય સૈનિકો ઠીક કરી શકશે નહીં, ઉલટાનું તેઓ ઈઝરાયલના પીએમ નેતન્યાહૂના ભ્રમનો શિકાર બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈએ ઈરાનની ભૂમિની રક્ષા કરવાના સંકલ્પને પરખવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પેન્ટાગોન તેની પ્રતિષ્ઠિત 82મી એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાનું સૈન્ય અભિયાન

બીજી તરફ, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક ઓઇલ પુરવઠાને સ્થિર રાખવાના બહાને ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન તેજ કર્યું છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે અમેરિકન દળો ઈરાનની એ ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યા છે જે વ્યૂહાત્મક જળમાર્ગો માટે ખતરો બની શકે છે. આ અભિયાનના ભાગરૂપે અમેરિકન દળોએ દરિયાકાંઠાના વિસ્તારોમાં ઈરાની સૈન્ય માળખા પર હુમલા પણ કર્યા છે. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્ત્વના ઊર્જા માર્ગોની રક્ષા કરવાનો છે.

આ પણ વાંચો: LIVE: મિડલ ઈસ્ટમાં અમેરિકન ઠેકાણાઓ પર ઈરાનના હુમલામાં 6 US સૈનિકોના મોતનો દાવો

ભૂતકાળના હુમલા અને વળતો પ્રહાર

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલ અને અમેરિકાએ તેહરાન સહિત ઈરાનના અનેક શહેરો પર સંયુક્ત હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈ, વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો અને નાગરિકોના મોત થયા હતા. આ ઘટનાના જવાબમાં ઈરાને ઈઝરાયલ અને મધ્ય પૂર્વમાં અમેરિકન ઠેકાણાઓ અને મિલકતોને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા છે. હાલની સ્થિતિ જોતાં સમગ્ર વિસ્તારમાં યુદ્ધની ગંભીરતા સતત વધી રહી છે.


શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો- ટાપુ પર કબજો કરવાની ફિરાકમાં અમેરિકાના હજારો સૈનિક 2 - image



Source link

Related Articles

Back to top button