गुजरात

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા હોમાત્મક ગાયત્રી યજ્ઞ કરાયો

સામૂહિક રીતે વિશ્વના 100 દેશોમાં 10લાખ કરતા પણ વધારે ઘરોમાં આજે હોમાત્મક ગાયત્રી યજ્ઞ થયો

ગોધરા

અનિલ મકવાણા

પુરા વિશ્વમાં અત્યારે કોરોના ની ભયંકર મહામારી ચાલી રહી છે તેની રસી શોધાવા માટે અનેક નવા સંશોધનો થઈ રહ્યા છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચમહાલ જિલ્લા ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા 31- 5-2020 ના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન ઘરે ઘરે સ્વૈચ્છિક રીતે યજ્ઞ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી ત્યારે તેનો હેતુ તો કોરોના વાયરસના જંતુઓને વાતાવરણમાંથી દૂર કરવા માટેના સામૂહિક રીતે વિશ્વના 100 દેશોમાં 10લાખ કરતા પણ વધારે ઘરોમાં આજે હોમાત્મક ગાયત્રી યજ્ઞ થયો હતો જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાંથી ગોધરા લુણાવાડા હાલોલ વાઘજીપુર તથા અનેક જગ્યાઓએ વિશ્વને ગાયત્રી યજ્ઞ ના માધ્યમથી પુરા વિશ્વ ને સનાતન સંસ્કૃતિના માધ્યમથી સેનેટરાઈઝ કરવા માટે આજે ઘરે યજ્ઞ યોજાયા હતા. લાયન્સ ક્લબ ગોધરા ના પ્રમુખ ઈન્દ્રવદન પરમાર., ઈન્દુભાઈ તથા પરિવાર તથા ગાયત્રી પરિવાર ગોધરાના અનિલભાઈ ગુણવંતભાઈ વરિયા રમણભાઈ બારીયા દીપકભાઈ ચૌહાણ તેમજ ગ્રામ્ય ગાયત્રી પરિવાર વાઘજીપુર પ્રવીણ સિહ ચૌહાણ તેમજ લુણાવાડા ભાનુભાઈ પરમાર સહિત વિશ્વ કલ્યાણના આ ભગીરથ કાર્ય માં તન મન ધન થી વિશ્વ કલ્યાણ હેતુ જોડાયા હતા. અને કોરોના વાયરસની મહામારી દુર કરવા માટે મંત્રોચ્ચાર કરી આહુતિ આપી હતી. તેમજ આજે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ગાયત્રી યજ્ઞ ના કાર્યક્રમ દરમ્યાન ઘણા બધા લોકો વ્યસન મુક્ત બનવા માટે પ્રખર સંકલ્પો ધારણ કર્યા હતા અને નવીન રાષ્ટ્ર નિર્માણમાં પોતાની સાજેદારી નોંધાવી હતી

Related Articles

Back to top button