LIVE: યુદ્ધ વચ્ચે ઈરાન અંગે ટ્રમ્પનો ફરી દાવો, ‘ઈરાન ડીલ માટે બેતાબ પણ તેને મોતનો ડર છે’ | US Israel Iran War Live: Trump Claims Iran Desperate for Deal Amid Security Fears

![]()
Iran vs Israel and USA War Updates : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અંદરખાને શાંતિ ઈચ્છે છે પરંતુ તેને પોતાના જ લોકો અથવા અમેરિકાનો ડર સતાવી રહ્યો છે.
લાઈવ અપડેટ્સ (26 માર્ચ, 2026):
ટ્રમ્પે કહ્યું – ઈરાનના અમુક લોકો મને સુપ્રીમ લીડર બનાવવા માગતા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચોંકાવનારો દાવો કરતાં કહ્યું કે ઈરાનના અમુક લોકો મને અનૌપચારિક રીતે કહી રહ્યા હતા કે હું ઈરાનનો આગામી સુપ્રીમ લીડર બની જઉં. પણ મેં હસતાં મોઢે ના પાડી દીધી. દુનિયામાં કોઈ દેશનો નેતા ઈરાનનો સુપ્રીમ લીડર બનવા નહીં માગતો હોય.
અમેરિકન સૈનિકોમાં બળવો: ‘અમે ઈઝરાયલ માટે મરવા તૈયાર નથી’, ટ્રમ્પના ઈરાન યુદ્ધ સામે સેનામાં ભારે રોષ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા યુદ્ધને લઈને અમેરિકન સશસ્ત્ર દળોના જવાનોમાં ભારે અસંતોષ અને નિરાશા વ્યાપી રહી છે. સક્રિય ફરજ બજાવતા સૈનિકો અને રિઝર્વિસ્ટોએ ‘હફપોસ્ટ’ (HuffPost) ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેઓ ઈઝરાયલના હિતો માટે અથવા રાજકીય પૌન (Political Pawns) બનીને પોતાનો જીવ ગુમાવવા માંગતા નથી. ખાસ કરીને 28 ફેબ્રુઆરીએ યુદ્ધના પ્રથમ દિવસે ઈરાનના મીનાબમાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા અમેરિકન હુમલામાં 170 શાળાની બાળકીઓના મોત બાદ સૈનિકોમાં નૈતિક દ્રષ્ટિએ ભારે આક્રોશ છે. જવાનોનું માનવું છે કે આ યુદ્ધનો કોઈ સ્પષ્ટ વ્યૂહાત્મક હેતુ નથી અને તેઓ બિનજરૂરી રીતે જોખમમાં મુકાઈ રહ્યા છે. મિડલ ઈસ્ટમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓ વચ્ચે અમેરિકg સૈન્ય અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે ગ્રાઉન્ડ ઓપરેશન એક ‘સંપૂર્ણ આપત્તિ’ (Absolute Disaster) સાબિત થઈ શકે છે, કારણ કે તેમની પાસે જમીની સ્તરે બચાવ માટે કોઈ મજબૂત યોજના નથી.
હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર મિસાઈલો વરસાવી
અમેરિકાની ઈરાનને મોટી ધમકી
અમેરિકાએ ઈરાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે જો તેહરાન હાર નહીં સ્વીકારે તો ટ્રમ્પ ઈરાન પર ભયાનક હુમલો કરવા તૈયાર છે. ટ્રમ્પ ગપ્પા નથી મારતા. ઈરાને ભ્રમમાં ના રહેવું. જો તે સ્થિતિ નહીં સમજે તો પહેલા કરતાં પણ આકરો જવાબ મળશે.
ઈરાને સીઝફાયર માટે મૂકી નવી શરત
ઈરાને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ શાંતિ કરારમાં લેબનાનને પણ સામેલ કરવામાં આવે. આ સાથે જ ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધના હુમલા રોકવા પડશે. ઈરાન ઈચ્છે છે કે માત્ર તેની વિરુદ્ધ જ નહીં, પણ તેના તમામ સહયોગી સંગઠનો (Resistance Groups) વિરુદ્ધ પણ જંગ ખતમ થાય.
‘ઈરાની નેતાઓ ડરેલા છે’: ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન કરાર કરવા માંગે છે પણ તેને ડર છે કે જો તેઓ ખુલીને સામે આવશે તો તેમના પોતાના લોકો જ તેમને મારી નાખશે. ટ્રમ્પના મતે ઈરાન અત્યારે ભારે દબાણ હેઠળ છે અને ત્યાંની સ્થિતિ અત્યંત અસ્થિર છે.
અમેરિકાની 15 શરતો અને ઈરાનનો ઈનકાર
અમેરિકાએ જંગ રોકવા માટે 15 મુદ્દાઓનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ અને હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો સમાવેશ થાય છે. જોકે, ઈરાને આ શરતો ફગાવીને પોતાની 5 નવી માંગણીઓ સામે મૂકી છે.
કુવૈતમાં મોટી કાર્યવાહી, 6 આતંકીઓની ધરપકડ
કુવૈત સુરક્ષા એજન્સીઓએ ખાડી દેશોના નેતાઓની હત્યાનું કાવતરું ઘડતા હિઝબુલ્લાહ સાથે જોડાયેલા 6 શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં 5 કુવૈતી નાગરિકો છે, જ્યારે અન્ય સભ્યો દેશ છોડીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનનો અમેરિકા પર કટાક્ષ
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તંજ કસતા કહ્યું કે હવે લાગે છે કે આ યુદ્ધનો અસલી હેતુ માત્ર હોર્મુઝની સામુદ્રધુની ખોલવાનો જ છે, જે યુદ્ધ પહેલા પણ ખુલ્લી જ હતી.
અમેરિકન સેનાનું મોટું નુકસાન
CENTCOM ના રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ જંગમાં અત્યાર સુધીમાં આશરે 290 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 10 ની હાલત ગંભીર છે.
‘ટાપુ પર કબજો થયો તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉડાવી દઈશું’: ઈરાનની ધમકી
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બકેર કાલિબાફે ચેતવણી આપી છે કે જો કોઈ પાડોશી દેશના સહયોગથી ઈરાની ટાપુ પર કબજો કરવાનો પ્રયાસ થશે, તો ઈરાન તે દેશના મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિનાશક હુમલા કરશે.



