બાદશાહે ગર્લફ્રેન્ડ ઈશા રિખી સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધાં | Badshah secretly married girlfriend Isha Rikhi

![]()
– ઈશાની માતાએ તસવીરો શેર કરી
– બાદશાહ છ વર્ષ પહેલાં છૂટાછેડા લઈ ચૂક્યોછેઃ ઈશા તેના કરતાં આઠ વર્ષ નાની
મુંબઈ : સિંગર બાદશાહે પંજાબી અભિનેત્રી ઇશા રિખી સાથે છાનામાન લગ્ન કરી લીધા હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોથી મનાઈ રહ્યું છે. યુગલે પોતાના લગ્ન વિશે કોઇ માહિતી આપી નથી. પરંતુ બાદશાહની સાસુએ બાદશાહ અને ઇશાના લગ્નની ૧૦ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વાયરલ તસવીરોમાં યુગલ એક-બીજાને જયમાલા પહેરાવતું જોવા મળે છે. તેમજ ઇશા રિખીના સેંથામાં સિંદુર પુરેલું પણ જોવા મળી રહ્યું છે. બન્નેએ તસવીરકારોને સારો પોઝ આપ્યો છે. બન્ને જણા એક કોમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં મળ્યા હતા.ચાર વર્ષથી તેમનું અફેર ચાલતું હતું. ૪૦ વર્ષના બાદશાહ કરતાં ઈશા આઠ વર્ષ નાની છે.
ઇશા રિખી પંજાબી અભિનેત્રી અને મોડલ છે. તેણે મોડલિંગ પછી સિનેમામાં એન્ટ્રી લીધી હતી. તેણે પંજાબી ઉપરાંત બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, બાદશાહના આ બીજા લગ્ન છે. તેની પહેલી પત્ની જસ્મીન મસીહ હતી. જેની સાથે તેણે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. તેમને ત્યાં ૨૦૨૧૭માં એક પુત્રીનો જન્મ થયો હતો અને ૨૦૨૦માં છૂટાછેડા થઇ ગયા હતા.
જસ્મીન પુત્રીને લઇને લંડન જતી રહીહતી.જોકે બાદશાહ પુત્રીને મળવા વારંવાર લંડન જતો હતો અને તસવીરો શેર કરતો હતો. છૂટાછેડાના છ વરસ પછી તેણે ઇશા રિખી સાથે લગ્ન કર્યા છે.



