दुनिया
IIT ખડગપુર, પીઆરએલના સંશોધકોએ ચંદ્રના ખડકોની રચનાના રહસ્યો ખોલ્યાં


– સંશોધન ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રખડકોની પસંદગી માટે મહત્વપૂર્ણ
– ચંદ્રના પેટાળમાં અબજો વર્ષ પૂર્વે મોજૂદ લાવામાં વિવિધ ગલન બિંદુએ વિવિધ પ્રકારના ખડકોની રચના થઇ છે
નવી દિલ્હી : ચંદ્રની ધરતીમાં કેવા રહસ્યો ધરબાયેલાં છે તેના વિશે સંશોધન કરતી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-આઇઆઇટી-ખડગપુર અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી-પીઆરએલના સંશોધકોની ટીમે એક મહત્વપૂર્ણ શોધમાં ચંદ્રના પેટાળમાં ધરબાયેલાં આયર્ન અને ટાઇટેનિયમથી સમૃદ્ધ ખડકો કેવી રીતે રચાયા હશે તેનું રહસ્ય શોધી કાઢ્યું છે. સંશોધકોની ટીમે લેબોરેટરીમાં ચંદ્રના પેટાળની સ્થિતિ સર્જી આ ખડકોની રચના સમજવા વિવિધ પ્રયોગો કર્યા હતા. આ સંશોધનના તારણો આગામી ચંદ્રયાન-૪ મિશનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.



