બદલાયેલી લાઈફ સ્ટાઈલની સાથે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે ૪૦ લાખ વ્હીકલ ટેકસ ચૂકવાયો | With the changed lifestyle

![]()
અમદાવાદ,બુધવાર,25
માર્ચ,2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ-૨૦૨૫-૨૬માં વ્હીકલ
ટેકસ પેટે રુપિયા ૨૩૧.૧૮ કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી લીધી છે. ગત વર્ષની તુલનામા
આ આવક ૧૦૬ ટકા ઉપર પહોંચી ગઈ છે.બદલાયેલી લાઈફ સ્ટાઈલ અને સમયની માંગ મુજબ કાર એ
કોઈપણ પરિવાર માટે આવશ્યક બની ગઈ છે.ત્યારે અમદાવાદમાં રોલ્સ રોયસ કાર માટે રુપિયા
૪૦ લાખથી વધુની રકમનો વ્હીકલ ટેકસ વાહન માલિક દ્વારા કોર્પોરેશનમાં ચૂકવવામા આવ્યો
છે.વર્ષ દરમિયાન શહેરમાં ૫૯૭૮૫ કાર માટે રુપિયા ૧૭૩.૯૬ કરોડનો વ્હીકલ ટેકસ
અત્યારસુધીમાં ભરવામા આવ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષમાં અમદાવાદમાં નવા વિસ્તારોનો સમાવેશ
થવાની સાથે અદ્યતન સુવિધાઓ સાથેના
હાઈરાઈઝ બિલ્ડિંગો બન્યા છે.એક સમય હતો જયારે સામાન્ય અમદાવાદી નાગરિક સ્કૂટર પણ
લેવુ હોય તો અનેક વખત પહેલા વિચાર કરતો હતો.આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.પરિવારમા
પાંચ સભ્યો હોય તો એક કાર તો હોય જ છે. અમદાવાદી માટેની ઓળખ તેના ખાણી-પીણીના
શોખને લઈને વિશ્વભરના અનેક દેશોમાં થતી આવી છે. આજે એ અમદાવાદી જોવા મળે છે. જે
તેના હરવાફરવાના શોખ કે કામકાજના સ્થળે તેનુ સ્ટેટસ જાળવવા માટે પણ મોંઘીદાટ કાર રાખી રહયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૩ માર્ચ
સુધી વ્હીકલ ટેકસ પેટે જે આવક થઈ છે તે બતાવે છે અમદાવાદીની લાઈફ સ્ટાઈલ.
સૌથી વધુ વ્હીકલ ટેકસ ભરનારા ટોપ ટેન કાર ઓનર્સ
કારનુ નામ ટેકસ
ભરાયો(લાખમાં)
રોલ્સ રોયસ ૪૦.૦૦
ફેરારી એસપીએ ૨૬.૦૦
જગુઆર ૧૫.૧૮
જગુઆર ૧૪.૩૬
મર્સિડીઝ બેન્ઝ ૧૩.૮૦
મર્સિડીઝ બેન્ઝ ૧૩.૩૮
મર્સિડીઝ બેન્ઝ ૧૩.૨૫
મર્સિડીઝબેન્ઝ ૧૨.૪૦
માઝેરાતી ૧૨.૦૦
કેટલા લાખ સુધીની કેટલી કાર નોંધાઈ
કિંમત કારની સંખ્યા
૪ ૫૧૭
૪-૮ ૩૧૧૫૩
૮-૧૪ ૨૩૭૪૯
૧૫-૨૫ ૨૬૫૮
૨૫-૪૯ ૧૧૬૯
૫૦થી વધુ ૫૩૯



