गुजरात
સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનો વડોદરામાં ગળા ફાસો ખાઇ આપઘાત | physiotherapy student suicide himself

![]()
વડોદરા, તા.25 વડોદરાના વાઘોડિયારોડ પર ભાડેથી રહેતા મૂળ સુરતના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીનો મૂળ રહીશ રુત્વિક વિપુલભાઇ કલસરીયા (ઉ.વ.૨૨) વડોદરામાં વાઘોડિયારોડ પર આવેલી ચન્દ્રગુપ્ત સોસાયટીમાં બે મિત્રો સાથે ભાડેથી રહીને પારુલ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
ગઇ રાત્રે તેની સાથે રહેતા અન્ય બે વિદ્યાર્થીઓ જમવા માટે બહાર ગયા હતાં તેઓ પરત આવ્યા ત્યારે રસોડામાં પંખા પર રુત્વિક ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. આ અઁગે પોલીસને જાણ કરાતા બાપોદ પોલીસ સ્થળ પર આવી હતી અને વિદ્યાર્થીનીની લાશને નીચે ઉતારી પીએમ માટે મોકલી હતી. રુત્વિકે ક્યા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



