વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atrocities on married woman

![]()
વડોદરાઃ વડોદરાની પરિણીતા પર અમદાવાદના સાસરીયાએ અમાનુષી અત્યાચાર ગુજારતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ કહ્યું છે કે,ચાર વર્ષ પહેલાં અમદાવાદના શુભમન સાથે લગ્ન થયા બાદ ત્રીજા જ દિવસથી દહેજ માટે ત્રાસ ગુજારવાનું શરૃ કરાયું હતું.સાસુ વારંવાર મેંણા મારી તારા કરતાં સુષ્માને લાવ્યા હોત તો સારું દહેજ મળત.તારા હાથનું ખાવું નથી,તું કાંઇ ભેળવી દે તો.તારા પતિ સાથે ઓફિસે જઇશ તો હું બાલ્કનીમાંથી કૂદી પડીશ.કપડાં મશીનમાં નહિ ધોવાના..તેમ કહી હેરાન કરતા હતા.
પરિણીતાએ કહ્યું છે કે,મારા પિતાએ રૃ.૨૦ લાખની લોન લઇને દહેજ માટેના વ્યવહાર કર્યા હોવા છતાં વારંવાર માગણીઓ કરવામાં આવતી હતી.મારા સાસુ સંતાન ના થાય તેનો આગ્રહ રાખતા હતા.હું ઘરની બહાર ના જાઉં તેની પણ ખૂબ તકેદારી રાખતા હતા અને કેમેરા પણ મૂકી દીધા હતા.સાસુ મારા રૃમમાંથી સામાન લઇ જતા હોવાથી મેં રેકોર્ડિંગ કરી પતિને બતાવ્યું તો તેણે રેકોર્ડિંગ કરવું ગુનો બને છે તેમ કહી ફોન ખૂંચવી લીધો હતો.મહિલા પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.


