गुजरात

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major transfer of IAS officers in Gujarat Jamnagar Surendranagar Gandhinagar


Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે.

 પી. બી. પંડ્યા (IAS 2013): અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે કાર્યરત પી. બી. પંડ્યાની બદલી જામનગરના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. તેઓ 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થતા કે. બી. ઠક્કરનું સ્થાન લેશે.

 જી. એચ. સોલંકી (IAS 2014): નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકીને હવે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી કે. એસ. યાજ્ઞિક આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.

• રવીન્દ્ર જ્ઞાનેશ્વર ખટાલે (IAS 2016): મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર રવીન્દ્ર ખટાલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જે. એન. વાઘેલા પાસેથી ગાંધીનગર કલેક્ટરનો વધારાનો ચાર્જ સંભાળશે.

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર 2 - image



Source link

Related Articles

Back to top button