मनोरंजन

‘ધુરંધર 2’ 7માં દિવસે પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં અસલી ધુરંધર, કલેક્શનમાં નવો રેકોર્ડ | dhurandhar 2 box office collection day 7 ranveer singh dhurandhar film india net collection



Dhurandhar 2 Box Office Day 7: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ વીકડેઝમાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના માત્ર 7મા દિવસે જ આ ફિલ્મ ભારતમાં 600 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મની કમાણીની અવિશ્વસનીય ગતિ જોઈને ટ્રેડ એનાલિસ્ટ્સ પણ ચોંકી ગયા છે.

‘ધુરંધર 2’ની ધમાકેદાર કમાણી

‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસની પણ અસલી ધુરંધર સાબિત થઈ છે. આ ફિલ્મે માત્ર 6 દિવસમાં જ જબરદસ્ત કલેક્શન કરીને મોટા સ્ટાર્સની ફિલ્મોને પછાડી દીધી છે. પ્રિવ્યુથી 43 કરોડની કમાણી કર્યા બાદ, ફિલ્મે 102.55 કરોડ સાથે ઐતિહાસિક ઓપનિંગ મેળવી હતી.

કયા દિવસે કેટલું કલેક્શન?

પેડ પ્રી-વ્યૂ: 18 માર્ચ: 43 કરોડ

પહેલો દિવસ-19 માર્ચ-102.55 કરોડ

બીજો દિવસ-20 માર્ચ-80.72 કરોડ

ત્રીજો દિવસ-21 માર્ચ-113.00 કરોડ

ચોથો દિવસ-22 માર્ચ-114.85 કરોડ

પાંચમો દિવસ-23 માર્ચ-65 કરોડ

છઠ્ઠો દિવસ-24 માર્ચ-56.60 કરોડ

સાતમો દિવસ-25 માર્ચ-47.70 કરોડ (રાત્રે 10 વાગ્યા સુધી)

કુલ કલેક્શન- અંદાજિત 623.42 કરોડ

વર્લ્ડવાઈડ કલેક્શનમાં નવો રેકોર્ડ

‘ધુરંધર 2: ધ રિવિંજ’ દુનિયાભરમાં ગદર મચાવી રહી છે. ખાસ કરીને નોર્થ અમેરિકામાં આ ફિલ્મે ભારતીય ફિલ્મો માટે નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ઓવરસીઝમાં ફિલ્મે 231.57 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેના કારણે તેનું કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન 919.06 કરોડ પર પહોંચી ગયું છે. સેકનિલ્કના આંકડા મુજબ, ભારતમાં ફિલ્મની 6 દિવસની કુલ નેટ કમાણી 575.72 કરોડ અને ગ્રોસ કમાણી 687.49 કરોડ રહી છે. ખાસ વાત એ છે કે માત્ર 6 દિવસમાં જ આ ફિલ્મે ‘એનિમલ’ (915 કરોડ), ‘બજરંગી ભાઈજાન’ (918.18 કરોડ), ‘સીક્રેટ સુપરસ્ટાર’ (913 કરોડ) અને ‘સ્ત્રી 2’ (857 કરોડ) જેવી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે.

આ પણ વાંચો: ધુરંધર 2′ વિવાદોમાં! શીખ સમુદાયના અપમાનનો આરોપ, માધવને મૌન તોડતાં માફી માગી

‘ધુરંધર 2’ ના 7માં દિવસનું કલેક્શન

રણવીર સિંહની આ ફિલ્મ વીકડેઝમાં પણ મજબૂત પકડ ધરાવે છે. સોમવાર અને મંગળવારના શાનદાર પ્રદર્શન બાદ, બુધવારે (7માં દિવસે) બપોરે 2 વાગ્યા સુધીમાં ફિલ્મે 11.64 કરોડ તેમજ રાત્રે 10 વાગ્યા સુધીમાં 47 કરોડની કમાણી કરી લીધી છે. બપોરના સમયે ઓક્યુપેન્સી 23.5 ટકા નોંધાઈ છે, જે રાતના શોમાં વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ ગતિ જોતા ફિલ્મ આજે જ 600 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લેશે.



Source link

Related Articles

Back to top button