યુદ્ધની અસર બોલિવૂડ પર! ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝ પહેલા અક્ષય કુમારે કહ્યું- ‘કમાણીમાં ફાંફા પડશે’ | Akshay Kumar Worried Over Global War Impact on Bollywood Business and Bhoot Bangla Release

![]()
Impact Of Middle East War On Bollywood : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની ભારત પર અસર પડી રહી છે. આ દરમિયાન અક્ષયે દેશ-દુનિયા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
સિનેમા સૌથી જરૂરી, પરંતુ પરિસ્થિતિ ખરાબ: અક્ષય કુમાર
અક્ષય કુમારે કહ્યું કે, ‘અમારા માટે તો હાલ સિનેમા સૌથી જરૂરી છે. હું આશા રાખુ છું કે, જે કોન્સર્ટ્સ કેન્સલ થઈ રહ્યા છે તો ફરીથી શરૂ થાય. સૌનો ધંધો ચાલવો જોઈએ. પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બધાનો ધંધો ઠપ થઈ ગયો છે. શેર માર્કેટ પણ ક્રેશ છે.’
યુદ્ધની સ્થિતિની અસર વિશે વાત કરતાં અક્ષયે કહ્યું કે, ‘હાલથી સ્થિતિની અસર માત્ર સામાન્ય લોકો પર જ નહીં, પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ધુરંધર 2 જેવી સ્પાઈ ફિલ્મ કરોડોનો બિઝનેસ કરી રહી છે.’ આ બધા વચ્ચે અક્ષયને તેની આગામી ફિલ્મના રિજલ્ટને લઈને ચિંતા સતાવી રહી છે.
અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી
અગાઉ અક્ષયે ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન’ શૉમાં વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે, ‘અત્યારે દુનિયામાં ખૂબ જ પરેશાની ચાલી રહી છે. ઘણા બધા યુદ્ધો થઈ રહ્યા છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે પણ તમે રાત્રે ઊંઘવા જાઓ ત્યારે સૂતા પહેલા તમારા પરિવાર અને તમારા દેશ માટે ટૂંકી પ્રાર્થના જરૂર કરો, જેથી આપણે બધા સુરક્ષિત રહી શકીએ.’
‘ભૂત બંગલા’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ
એક તરફ અક્ષયની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ યુદ્ધની તણાવની સ્થિતિને નજરઅંદાજ ન કરી શકાય. અક્ષયનું કહેવું છે કે, શાંતિ અને સ્થિરતા જરૂરી છે. ત્યારે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિતના સેક્ટર યોગ્ય રીતે ચાલી શકશે. આવા સમયમાં અક્ષયે લોકોને સકારાત્મક રહેવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો: ધુરંધર 2′ વિવાદોમાં! શીખ સમુદાયના અપમાનનો આરોપ, માધવને મૌન તોડતાં માફી માગી
તમને જણાવી દઈએ કે, અક્ષયની ફિલ્મ ‘ભૂત બંગલા’ 10 એપ્રિલના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયની સાથે વામિકા ગબ્બી, તબૂ અને રાજપાલ યાદવ પણ જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું છે. આ સાથે અક્ષયની ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ રિલીઝ થવાની છે.



