LIVE : ઈરાને ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલો કર્યો, ટ્રમ્પે કહ્યું – સાઉદી યુદ્ધમાં અમારી સાથે મળીને લડી રહ્યું છે | LIVE: Saudi Arabia is fighting with us against Iran: Trump claims

Iran vs Israel-USA War Updates : અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઇ રહી છે. અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે.
Iran vs Israel-USA War Updates LIVE
ઈરાને ઈઝરાયલમાં મચાવી તબાહી
ઈરાને ઈઝરાયલમાં ભયાનક હુમલાઓની શરૂઆત કરી દીધી છે. ઈરાને આજે ઈઝરાયલમાં એક ઈન્ડસ્ટ્રીયલ વેરહાઉસને નિશાન બનાવ્યો હતો.
યુદ્ધની શરૂઆતથી ઈરાનમાં 243 વિદ્યાર્થી-શિક્ષકોના મોત
ઈરાનના શિક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાનુસાર યુદ્ધ શરૂ થયા બાદથી ઈઝરાયલ અને અમેરિકા તાબડતોબ રીતે ઈરાનના વિવિધ શહેરો પર હુમલા કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતની વાત કરીએ તો મૃતકાંક 243 પર પહોંચી ગયો છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો- ઈઝરાયલની ફાઈટર જેટ ઈન્ટરસેપ્ટ કર્યું
લેબેનોન તરફથી યુદ્ધ લડી રહેલા હિઝબુલ્લાહે મોટો દાવો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું કે અમે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી જેટને ઈન્ટરસેપ્ટ કર્યું હતું. તેને જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ દ્વારા નિશાન બનાવાયું હતું. જોકે ઈઝરાયલ તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પ્ણી કરવામાં આવી નથી.
ટ્રમ્પે કહ્યું – સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું હતું કે સાઉદી અરબ પણ અમારી સાથે આ યુદ્ધમાં સામેલ છે. તે અમને પૂરો સહયોગ કરી રહ્યો છે અને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને અમેરિકા ઈરાન વિરુદ્ધ સાથે મળીને યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે ટ્રમ્પના આ દાવાથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધી શકે છે.
તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન યુદ્ધ શાંત કરાવવા કરી રહ્યા છે પ્રયાસ?
અમેરિકન મીડિયાએ એક અધિકારીના નિવેદન પરથી દાવો કર્યો હતો કે તૂર્કિયે, ઈજિપ્ત અને પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે બેઠક કરાવીને યુદ્ધને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવો દાવો કરાયો છે કે આ ત્રણેય દેશો મળીને આગામી 48 કલાકમાં પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બેઠક આયોજિત કરાવવાની તૈયારી કરી રહ્યા છે.
ઈઝરાયલે ઈરાનમાં કર્યા ભીષણ હુમલા
ઈરાને ફરી એકવાર ઈઝરાયલના ડિમોના અને નેગાવને હચમચાવ્યા

ઈરબિલમાં અમેરિકન સૈન્યના ઠેકાણે હુમલો
ઈરાકમાં સક્રિય ઈરાની લડાકૂઓએ ઈરબિલમાં એક ઈમારત પર હુમલો કર્યો હતો. આ હુમલો અમેરિકન સૈનિકો જ્યાં રોકાયા હતા તે ઈમારત પર જ કરાયો હતો.
ટ્રમ્પની તાકાત વધી
અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. ઈરાન સામે યુદ્ધ શરૂ થયાના મહિનામાં ત્રીજી વખત અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ્સ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ લડવાની સત્તા ઘટાડવાની માગ કરવામાં આવી હતી. જોકે ત્રીજી વખત આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.
ઇરાને 80મી વખત ઈઝરાયલ પર કર્યો મિસાઈલ હુમલો
ઈરાને વધુ એક વીડિયો જારી કરીને કહ્યું હતું કે અમે 80 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કરી દીધો છે.
ઈસ્લામિક રેઝિસ્ટન્સે નવો વીડિયો શેર કર્યો
ઈસ્લામિક રેઝિસ્ટન્સે ઈરાકમાં અમેરિકન સૈન્ય ઠેકાણા વિક્ટોરિયા બેઝને નિશાન બનાવ્યાનો નવો ડ્રોન વીડિયો શેર કર્યો હતો જે અમેરિકાના ડિફેન્સની પોલ ખોલી રહ્યો છે.



