गुजरात

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in Barwala



– મૃતકના કાકાએ રીક્ષા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– બે ભાઈ બાઇકમાં પેટ્રોલ પુરાવી પરત ઘરે આવતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બરવાળામાં મોટરસાયકલ માં પેટ્રોલ પુરાવીને ઘર તરફ આવી રહેલા બે ભાઈઓની બાઈક સાથે રીક્ષા અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું.

બરવાળા ખોડીયાર મંદિર પાછળ રહેતા રમેશભાઈ મનુભાઈ પરમારના ભત્રીજા વિપુલભાઈ લાભુભાઈ ગોરહવા અને સનીભાઈ જેન્તીભાઇ પોતાના મોટર સાયકલ નંબર જીજે-૩૩-જે-૯૩૫૮ લઈને પેટ્રોલ પુરાવી ઘર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલ રીક્ષા નંબર જીજે-૩૩-યુ-૦૮૩૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા બાઈક ચાલક સનીભાઈને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના કાકા રમેશભાઈએ રીક્ષા ચાલક વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button