मनोरंजन

અજય દેવગણની વધુ એક હોરર ફિલ્મ આવશેઃ જુલાઈથી શૂટિંગ | Ajay Devgn to have another horror film: Shooting to begin in July



– સમગ્ર શૂટિંગ લંડનમાં એક જ શિડયૂલમાં     

– ફિલ્મનું ટાઈટલ ગૃહ પ્રવેશ અથવા તો વાસ્તુશાસ્ત્ર નક્કી થવાની સંભાવના

મુંબઈ : અજય દેવગણ ફરી એક હોરર ફિલ્મમાં મુખ્ય રોલમાં જોવા મળશે.આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત જુગરાજ કરશે.આ ફિલ્મ હાલ પ્રી-પ્રોડકશનમાં છે અને  જુલાઇ મહિનામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં એક જ શેડયુલમાં કરવામાં આવશે. 

અજય દેવગણ સાથે હોરર ફિલ્મમાં ફિટ બેસે તેવા કલાકારોની શોધ થઇ રહી છે.

ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, અજય દેવગણની આ હોરર ફિલ્મનું નામ ‘ગૃહપ્રવેશ’ રાખવા પર વિચારણા થઇ રહી છે.’ વાસ્તુ શાસ્ત્ર ‘નામ પણ ફિલ્મ નિર્માતાને પસંદ પડયું છે. પરંતુ ગૃહ પ્રવેશ ટાઇટલ તેમને પટકથાને વધુ અનુરૂપ લાગી રહ્યું છે. 

ફિલ્મનું શીર્ષક ફાઇનલ થયા પછી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. રસપ્રદ છે કે,દિગ્દર્શક રોહિત જુગરાજ અને અજય દેવગણ બીજી વખત હોરર ફિલ્મમાં સાથે કામ કરશે.આ પહેલા  રોહિત જુગરાજે રામ ગોપાલ વર્માની ‘ભૂત’ ફિલ્મમાં સહાયક દિગ્દર્શકની જવાબદારી નિભાવી હતી. 



Source link

Related Articles

Back to top button