दुनिया

ઇરાન યુધ્ધ વચ્ચે યુએસ રક્ષા મંત્રાલય પેન્ટાગોને મીડિયાકર્મીઓ પર નિયંત્રણો વધાર્યા | US Defense Department Pentagon increase restrictions on media personnel in Iran war



વોશિંગ્ટન,૨૪ માર્ચ,૨૦૨૬,મંગળવાર 

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને અમેરિકી સેના પરના સમાચાર આપતા સંવાદદાતાઓ માટે નિયંત્રણો વધારી દીધા છે. ૨૩ માર્ચના રોજ પેન્ટાગોને કોરસ્પોન્ડેંટ્સ એરિયા નામના એક પ્રેસ વિભાગને તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે પેન્ટાગોનમાં મીડિયાકર્મીઓએ પ્રવેશ માટે વિભાગના અધિકૃત કર્મચારીની સાથે રહેવું જરુરી બનશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વાર પોતાની સરકાર અંગે સંવાદદાતાઓ દ્વારા થતા રિપોર્ટીગ અંગે નારાજગી વ્યકત કરી ચુકયા છે. 

ટ્રમ્પ અનેક વાર ફેક ન્યુઝ જાહેર કરી ચુકયા છે. મીડિયા રેગ્યુલેટર એફસીસીએ ચેતવણી આપી છે કે જો પ્રસારક ફંેક ન્યૂઝથી દૂર નહી રહે તો લાયસન્સ રદ્ થઇ શકે છે. ગત સપ્તાહ એક સંઘીય જજે ચુકાદો આપ્યો હતો કે ૨૦૨૫માં રક્ષા વિભાગે પ્રેસના પ્રવેશને લઇને નિયમોમાં ફેરફાર કર્યા તેને લગતો હતો. કોર્ટે  આમાં સંવિધાનનું ઉલંઘન થતું હોવાનું કોર્ટે ટાકયા પછી પેંટાગોને કડક વલણ અપનાવવું શરુ કર્યુ છે. પેન્ટાગોનના પ્રવકતા શાન પારનેલે પ્રેસ માટે નિયમોમાં ફેરફાર કરવાને સુરક્ષાનું જોખમ હોવાનું કારણ ગણ્યું છે. રક્ષા વિભાગ કોર્ટના આ નિર્ણય વિરુધ અપીલ કરશે. 

વોશિંગ્ટન સ્ટેટ નેશનલ પ્રેસ કલબે જણાવ્યું હતું કે આ નવી નીતિ મીડિયાકર્મીઓની કામ કરવાની ક્ષમતાને સીમિત કરી શકે છે અને પેન્ટાગોનમાં સ્વતંત્ર રિપોર્ટિગ નબળું પડશે. અમેરિકન લોકોને આર્મી અંગે સ્પષ્ટ જાણકારી આપવાની જરુર પડી છે એવા સમયે પેન્ટાગોનની જાહેરાત ચોંકાવનારી છે. ન્યૂયોર્ક ટાઇમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, સીએનએન, એનબીસી અને એનપીઆર સહિત આઠ મીડિયા સંગઠનોએ પેંટાગોનની ઓફિસમાં આપવામાં આવેલી જગ્યા ખાલી કરવાની રહેશે. અમેરિકી મીડિયા સહિત એએફપી, અને એપી જેવી આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીઓએ નવી નીતિ પર હસ્તાક્ષર કરવાની ના પાડી દીધી છે. આનાથી પેન્ટાગોનમાં રિપોર્ટીગ માટે મળેલી માન્યતા પરત લઇ લેવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button