गुजरात
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahmedabad Massive fire breaks out in Maninagar Sumel 1 market

![]()
Ahmedabad Fire News: અમદાવાદના મણીનગર વિસ્તારમાં સુમેલ-1 કોમ્પ્લેક્સમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં આજે(24 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના C-બ્લોકમાં બની હતી, જ્યાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને લગભગ 10 જેટલી દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગંભીર પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા 4 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે મોટી રાહતના સમાચાર છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.



