राष्ट्रीय

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશે | indian railway new ticket cancellation refund rules april 2026 boarding station change



Indian Railway New Rule : ભારતીય રેલવેએ કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેથી દલાલો દ્વારા ટિકિટોની કાળાબજારી પર રોક લગાવી શકાય. નવા નિયમો હેઠળ મુસાફરોને કેટલાક કિસ્સાઓમાં વધુ સુવિધા પણ આપવામાં આવી છે, ખાસ કરીને છેલ્લી ઘડીએ બોર્ડિંગ સ્ટેશન બદલવાને લઈને.

રિફંડ અંગે સ્થિતિ નિયમો કડક

સુધારેલા નિયમો અનુસાર, ટિકિટ કેન્સલ કરવા પર મળતું રિફંડ હવે ટ્રેન ઉપડવાના બાકી રહેલા સમયના આધારે નક્કી કરવામાં આવશે. સાથે જ, મુસાફરોને બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી તેમને વધુ રાહત મળશે. આ નવા નિયમો 1 એપ્રિલ થી 15 એપ્રિલ 2026 વચ્ચે તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધ વચ્ચે લેબનોનમાં વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવાની તૈયારીમાં ઈઝરાયલ? ચારે તરફથી હુમલા શરૂ

રિફંડના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા

જો કોઈ મુસાફર ટ્રેન ઉપડવાના 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરે છે, તો તેને મહત્તમ રિફંડ મળશે અને માત્ર નક્કી કરેલો કેન્સલેશન ચાર્જ જ કાપવામાં આવશે.  જો ટિકિટ 72 કલાકથી 24 કલાકની વચ્ચે કેન્સલ કરવામાં આવે છે, તો ભાડાના 25 ટકા કાપવામાં આવશે (ન્યૂનતમ ચાર્જ સાથે). જો ટિકિટ 24 કલાકથી 8 કલાક પહેલા કેન્સલ કરવામાં આવે છે, તો 50 ટકા ભાડું કાપવામાં આવશે. જો ટ્રેન ઉપડવાના 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે છે, તો કોઈ રિફંડ મળશે નહીં.

રેલમંત્રીએ આપ્યો જવાબ

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેટલાક દલાલો પહેલાથી જ વધારે ટિકિટો બુક કરી લેતા હતા અને જે ટિકિટો વેચાતી નહોતી, તેને ટ્રેન ઉપડવાના સમય પહેલા કેન્સલ કરી દેતા હતા. જેથી તેમને વધુ પૈસા પાછા મળી જતા હતા. નવા નિયમો આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવામાં મદદ કરશે. આ ઉપરાંત, રેલવેએ મુસાફરોને એવી સુવિધા પણ આપી છે કે તેઓ ટ્રેનના નિર્ધારિત સમયના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. આનાથી ખાસ કરીને મોટા શહેરોમાં રહેતા મુસાફરોને ફાયદો થશે, જ્યાં એક કરતા વધુ રેલવે સ્ટેશન હોય છે. હાલમાં, બોર્ડિંગ સ્ટેશન બદલવાની સુવિધા માત્ર ચાર્ટ બનતા પહેલા સુધી જ મળે છે, પરંતુ નવા નિયમ બાદ મુસાફરોને વધુ સુવિધા મળશે.

કેન્સલેશનનો સમય કપાત (Charge) રિફંડ
72 કલાક પહેલા માત્ર નિયત કેન્સલેશન ચાર્જ મહત્તમ રિફંડ મળશે
72 થી 24 કલાકની વચ્ચે ભાડાના 25% (ન્યૂનતમ ચાર્જ સાથે) બાકી રકમ પરત મળશે
24 થી 8 કલાકની વચ્ચે ભાડાના 50% અડધું ભાડું પરત મળશે
8 કલાકથી ઓછો સમય 100% કપાત કોઈ રિફંડ મળશે નહીં



Source link

Related Articles

Back to top button