પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને ‘બક્ષિસ’ આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા ‘ઠાઉસ’ કરી ગયા | Pak thieves ‘rewarded’ themselves and stole 4 kg of gold crores of rupees from a bank in Peshawar

![]()
શુક્રવારે રાત્રે કોટાહ રોડ પરની નેશનલ બેન્કની એક શાખામાં ઘૂસી કટર અને ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી લોકર્સ તોડયાં : ચોરો હજી લાપત્તા
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈદના આગલા દિવસે ચાંદ રાત્રીએ ડાકુઓ એક બેન્કમાં પાછળથી કાણું પાડી અંદર ઘૂસી લોકરો તોડી તેમાંથી આશરે ૪ કી.ગ્રા.થી વધુ સોનાનાં દાગીના તથા ૨.૧૦ કરોડ રૂપિયા ‘ઠાઉસ’ કરી ગયા હતા.
આ અંગે મોડેથી મળેલા રીપોર્ટનો આધાર લઈ પાકિસ્તાનનું અગ્રીમ અખબાર ડોન જણાવે છે કે, હવે પાકિસ્તાનમાં સંરક્ષણ માટે બેન્ક પાસે કોઈ ગાર્ડ રહ્યા નથી. બેન્કો સલામતી માટે ગાર્ડ ન રાખતાં ઈન્સ્યુરન્સ ઉપર આધાર રાખે છે.
આથી ચોરોને તેમની ‘કારીગરી’માં સરળતા પડી ગઈ હતી.
પહેલાં તે ચોરોએ બેન્કના પાછળનાં ભાગમાં મોટું કાણું પાડયું પછી બેન્કમાં ઘૂસ્યા અને ગેસ કટરથી લોકર્સનાં બારણાં તોડયાં તેમાંથી આશરે ૪ કી.ગ્રા.થી વધુ સોનાનાં દાગીના ઉઠવ્યા તથા બેન્કનો મેઇન વોલ્ટ પણ તોડી તેમાંથી આશરે ૨.૧ કરોડથી વધુ કેશ ઠાઉસ કરી.
બેન્કની આસપાસ તેમજ બેન્કમાં પણ સીસીટીવી હોય છે. તેમાં તે ચોરો બેન્કમાં ઘૂસતા તેમજ બેન્કનાં લોકરો તોડતાં દેખાય તો છે જ પરંતુ તેમણે મોંઢા ઉપર મોઢું સંપૂર્ણ ઢંકાઈ જાય તેવો બુરખો પહેર્યો હોવાથી તેમની ઓળખ મુશ્કેલ બની ગઈ છે.
કોઈ સલામતી શિફટ નહીં તેવી પોલીસીને લીધે ચોરો તેમની કાર્યવાહી સરળતાથી કરી શક્યા હતા. તેટલું જ નહીં પરંતુ આ બધું ઉઠાવી તેઓ નાસી છૂટયા હતા. હજી સુધી તેમનો પત્તો લાગ્યો નથી. ચોરાયેલી જ્વેલરીની કિંમત આશરે ૨.૧૦ કરોડ હોવાનું જાણવા મળ્યું છે તેમ પણ તપાસ માટે ત્યાં પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ પૂર્વે ૧૫ દિવસે પેશાવરમાં એક બેન્ક લૂંટાણી હતી પરંતુ તે પ્રયાસ નિષ્ફળ કરાયો હતો. ડાકુઓ અને પોલીસ વચ્ચે સામસામા ગોળીબાર થયા હતા તેમાં ૩ પોલીસ અધિકારી ઘાયલ થયા હતા તે પછી એકનું મૃત્યું થયું હતું.


