मनोरंजन
મોહનલાલની દ્રશ્યમ થ્રીની રીલિઝ પણ લંબાય તેવી શક્યતા | The release of Mohanlal’s Drishyam 3 is also likely to be delayed

![]()
– આગામી એપ્રિલમાં રીલિઝ અંગે અટકળો
– ટોક્સિકની જેમ યુદ્ધના કારણે ગલ્ફમાં બિઝનેસ પર અસરના બહાને તારીખ બદલાશે
મુંબઇ: યશની ‘ટોક્સિક’ પછી હવે મોહનલાલની ‘દ્રશ્યમ ૩’ની રિલીઝ મુલત્વી રહે તેવી શક્યતા છે. મૂળ જાહેરાત અનુસાર ફિલ્મ આગામી ત્રીજી એપ્રિલે રીલિઝ કરવાનું નક્કી થયું હતું. પરંતુ, હવે નિર્માતાઓ આ તારીખ પાછળ ઠેલવા વિચારી રહ્યા છે.
ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોના દાવા અનુસાર હાલ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ખાડી દેશોમાં બિઝનેસ પર અસર પડે તેમ છે. ભારતીય ફિલ્મો માટે યુએઇ એક બહુ મોટી માર્કેટ છે.
‘ટોક્સિક’ આ મહિને રીલિઝ થવાની હતી પરંતુ તેની તારીખ પાછળ ઠેલતી વખતે પણ આ જ બહાનું અપાયું હતું.



