मनोरंजन

કોપીરાઈટની તકરારને કારણે હેરાફેરી થ્રીનો પ્રોજેક્ટ મુશ્કેલીમાં | Herapheri 3 project in trouble due to copyright dispute



– પોતાની પાસે અધિકારો હોવાનો વિજય કુમારનો દાવો     

– મૂળ સાઉથની ફિલ્મ પરથી એક જ વાર હિન્દી રીમેકના રાઈટ્સ આપ્યા હતા તેવો દાવો  

મુંબઇ: પરેશ રાવલ, અક્ષય કુમાર તથા સુનિલ શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘હેરાફેરી થ્રી’ના રાઈટ્સ બાબતે તકરાર થતાં આ પ્રોજેક્ટ અટકી પડયો છે. મૂળ મલયાલમ ફિલ્મ ‘રામોજી રાવ સ્પિકિંગ’ના રાઈટ્સ ધરાવતા નિર્માત  વિજય કુમારના દાવા અનુસાર પોતે આ ફિલ્મનું હિન્દી વર્ઝન બનાવવા માટે ફિરોઝ નડિયાદવાળાને એક જ વાર મંજૂરી આપી હતી. પરંતુ, નડિયાદવાળાએ તેના પરથી બે વાર ફિલ્મ બનાવી નાખી છે. નડિયાદવાળા પાસે આ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાના કોઈ રાઈટ્સ નથી. પોતે આ બાબતે તેમનું ધ્યાન દોર્યું છે પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નથી. આથી પોતે કાનૂની રસ્તો અપનાવી રહ્યા છે. અગાઉ આ ફિલ્મનાં કાસ્ટિંગ અંગે પણ વિવાદ થયો હતો. પરેશ રાવલે આ ફિલ્મ છોડી દેતાં ફિલ્મના સહ નિર્માતા અક્ષય કુમારે તેને કાનૂની નોટિસ પણ આપી હતી. 

જોકે, બાદમાં પરેશ રાવલે ફિલ્મમાં પોતે કામ કરશે તેવી જાહેરાત કરી હતી. 



Source link

Related Articles

Back to top button