दुनिया

ટ્રમ્પનો વધુ એક મોટો દાવો, ‘અમે ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી, 5 દિવસમાં થઈ શકે છે ડીલ’ | America Iran War Donald Trump Statement Deal can be done in 5 days



America Iran War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક દાવો કર્યો છે કે, અમેરિકાએ ઈરાનના ટોપ લીડર સાથે વાત કરી છે. ટૂંક સમયમાં જ સમાધાન થવાની આશા છે. આજે ફોન પર વાતચીત થઈ શકે છે. તેઓ પણ ડીલ કરવા ઈચ્છે છે. ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવી શકે. ઈઝરાયલ અમારા નિર્ણયથી ખુશ થશે. ડીલની ગેરેન્ટી નહીં આપી શકીએ. અમે સૌથી સન્માનિત નેતા સાથે વાત કરી રહ્યા છીએ. ખામેનેઈના દીકરાને નેતા નહીં માનીએ. અમે નથી ઈચ્છતા કે મોજતબા માર્યા જાય. અમને વેનેઝુએલા જેવા નેતા મળે. ડીલ થાય છે તો યૂરેનિયમ લઈ લઈશું. કરાર થતાં ઓઇલના ભાવ ઝડપથી ઘટશે. સિસ્ટમમાં વધુ ઓઈલ હોવું જોઈએ. ઈરાન ટૂંક સમયમાં જ કરાર કરવા ઈચ્છે છે.

વાતચીતના 15 પોઈન્ટ રાખવામાં આવ્યા

ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ઈરાન સામે વાતચીતના 15 પોઈન્ટ રાખવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલો પોઈન્ટ એ છે કે ઈરાન પાસે ક્યારેય ન્યૂક્લિયર હથિયાર નહીં હોય અને તેઓ આ બાબતે તૈયાર પણ થઈ ગયા છે.

ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીત અંગે શું જણાવ્યું?

યુએસ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઈરાનના સુપ્રીમ લીડર સાથે કોઈ વાત કરી નથી. અમે મોજતબા ખામેનેઈને ઈરાનના નેતા માનતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમે ઈરાનના અસલી નેતા સાથે વાત કરી રહ્યા છીએ અને આજે તેમની સાથે ફોન પર વાત થઈ શકે છે. અમેરિકા તરફથી વ્હાઇટ હાઉસના સલાહકાર સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર ગત રાત્રે ઈરાન સાથેની વાટાઘાટોમાં સામેલ થયા હતા. ત્રણ પ્રાદેશિક દેશોના વિદેશ મંત્રીઓએ વ્હાઇટ હાઉસના દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે અલગ-અલગ વાતચીત કરી હતી.

ટ્રમ્પે ઈરાનને લઈને કર્યો વધુ એક મોટો દાવો

યુએસ પ્રેસિડેન્ટે ઈરાન અંગે વધુ એક મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાન કોઈપણ કિંમતે સમજૂતી કરવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે જ ઈરાન સાથે વાતચીત થઈ છે અને આ ડીલ પાંચ દિવસ કે તેનાથી પણ ઓછા સમયમાં થઈ શકે છે. તે પણ યુદ્ધ ખતમ કરવામાં માંગે છે અમે પણ..

‘3 દેશના અધિકારીઓ સાથે વાતચીત થઈ છે’

ફોક્સ બિઝનેસના હવાલાથી સમાચાર મળી રહ્યા છે કે, 3 દેશ પાકિસ્તાન, મિશ્ર અને તૂર્કિયેના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. રવિવારે રાત્રે બંને પક્ષો વાતચીત થઈ હતી. જેમાં કુશનર, વિટકોક વાતચીતમાં સામેલ હતા. આ સિવાય ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે પણ વાતચીત થઈ છે.

અમેરિકા સાથે કોઈ વાતચીત થઈ નથી: ઈરાન

બીજી તરફ ઈરાની સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કરેલા વાતચીતના દાવાને નકારી કાઢ્યો છે. IRGC સાથે સંબંધ ધરાવતી ઈરાની મીડિયાનું કહેવું છે કે ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી, જે બાદ દાવો કર્યો કે ટ્રમ્પ ઈરાનના વળતાં પ્રહારથી ડરીને પાછળ હટી ગયા છે.

શૈતાનની એક વધુ હાર: ઈરાની નેતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ‘શાંતિ મંત્રણા’ના દાવા પર ઈરાને સનસનીખેજ વળાંક આપ્યો છે. ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ જ સંપર્ક થયો નથી. અમારા વળતા પ્રહારના ડરના કારણે અમેરિકાએ પીછેહઠ કરી છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા તેમજ વિદેશ નીતિ આયોગના પ્રવક્તા ઇબ્રાહીમ રેજાઈએ કહ્યું કે યુદ્ધ યથાવત્ છે, શૈતાનની એક વધુ હાર, ટ્રમ્પ અને સંયુક્ત રાજ્ય અમેરિકા ફરી એક વખત હારી ગયું છે.

ઈરાન પર હુમલા નહીં કરે અમેરિકા: ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલી ઊંડી અને વિગતવાર ચર્ચાને ધ્યાનમાં રાખીને, મેં ડિપાર્ટમેન્ટ ઑફ વોરને સૂચના આપી છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનારા તમામ સૈન્ય હુમલાઓને આગામી 5 દિવસ માટે મોકૂફ રાખવામાં આવે.  હવે આ વાતચીત આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે.



Source link

Related Articles

Back to top button