ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corporators join Congress

![]()
શહેરમાં રાજકીય હલચલ વચ્ચે ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત કુલ ૭ નેતાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
અમિત ચાવડા, મુકુલ વાસનિક અને તુષાર ચૌધરીની હાજરીમાં એરપોર્ટ દિશાવળ ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
કોંગ્રેસમાં જોડાનારાઓમાં આશિષ જોષી (પૂર્વ ભાજપ કોર્પોરેટર), પારુલ પટેલ (પૂર્વ ભાજપ કોર્પોરેટર), સ્વેજલ વ્યાસ (સામાજિક કાર્યકર), દીપા શ્રીવાસ્તવ (પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રી), દર્પણ પટેલ (પૂર્વ સરપંચ, ભાયલી), મહેન્દ્રસિંહ રાઠોડ (પ્રવક્તા, કરણી સેના) અને નિર્દેશ પટેલ (ઉપ પ્રમુખ, એન.સી.પી.)નો સમાવેશ થાય છે.
આશિષ જોષીએ કહ્યું હતું કે, હરણી બોટકાંડ પીડિતોના હક માટે લડતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. સ્વેજલ વ્યાસે કહ્યું હતું કે, હવે ભ્રષ્ટાચાર સામે વધુ જોરદાર અવાજ ઉઠાવાશે. દીપા શ્રીવાસ્તવે નાગરિકોની સેવા માટે કોંગ્રેસમાં જોડાવાનું જણાવ્યું હતું.
રાહુલ ગાંધીની મુલાકાત બાદ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. આવનારી વડોદરા મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પૂર્વે કોંગ્રેસને આ જોડાણોથી રાજકીય બળ મળ્યું હોવાની ચર્ચા છે. હવે આ બદલાયેલા સમીકરણોની ચૂંટણી પર શું અસર થાય તેજોવું રહ્યું.



