गुजरात

લાલપુરના ઈશ્વરીયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડાઈ | 3 women caught for gambling in Lalpur’s Ishwaria village



Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં ગઈકાલે લાલપુર પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી ત્રણ મહિલાઓને ઝડપી લીધી છે. તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે ઈશ્વરીયા ગામના રાવલવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ ગંજીપાના વડે જુગાર રમી રહેલી નજરે પડી હતી.

 આથી પોલીસે બનાવના સ્થળેથી ત્રણ મહિલાઓ વનીતાબેન ધીરૂભાઈ ગોહીલ, જશોદાબેન કમલેશભાઈ પરમાર અને હંસાબેન પ્રવિણભાઈ પરમારની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા 6,500 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.



Source link

Related Articles

Back to top button