गुजरात

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on residential building in Jamnagar: One accused detained with English liquor



Jamnagar : જામનગરમાં માતૃ આશિષ સોસાયટીમાં ગઈકાલે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, અને રહેણાક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરીને દારૂ સંતાડનાર આરોપીની અટકાયત કરી લીધી છે.

જામનગરમાં નવાગામ ઘેડ નજીક માતૃ આશીષ સોસાયટીમાં રહેતા અર્જુનસિંહ મહીપતસિંહ ગોહીલ નામના આરોપીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. તેમના રહેણાંક મકાનના પ્રથમ માળના રૂમમાંથી પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ માટે રાખેલો મળી આવ્યો હતો. પોલીસે ત્યાંથી કુલ પાંચ બોટલો ઇંગ્લિશ દારૂ તથા અન્ય માલ મળી કુલ અંદાજે રૂ.5,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.



Source link

Related Articles

Back to top button