गुजरात

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ | couple was seriously injured in accident between bike and tractor on Jamnagar Rajkot highway



Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા એક દંપત્તિને ટ્રેક્ટરના ચાલકે હડફેટમાં લઈ લેતાં દંપતિ ગંભીર સ્વરૂપે ઘાયલ થયું છે, અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટ-જામનગર હાઇવે પર ફલ્લા ગામ નજીક રુદ્રાક્ષ હોટલ પાસે રોડ પર એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના વતની નાનભા લાલુભા જાડેજા (ઉં.વ. 64) પોતાની પત્ની ધીરજબા સાથે પોતાના જી.જે. 10 સી.ક્યુ. નંબરના મોટરસાયકલ પર બેસીને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તા પર તેમની જમણી બાજુ એક ટ્રક જઈ રહ્યો હતો, અને સામે તરફથી જી.જે.-10 ડી.આર.-2810 નંબરના ટ્રેક્ટર ચાલકે રોંગ સાઇડમાં બેફીકરાઈ અને ગફલતપૂર્વક ચલાવી ફરીયાદીના મોટરસાયકલને સાઇડમાંથી જોરથી ટક્કર મારી હતી. જેના કારણે ફરીયાદી અને તેમની પત્ની બંને રોડ પર પડી ગયા હતા.

આ અકસ્માતમાં ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું, અને તેમની પત્ની ધીરજબાને માથામાં ગંભીર ઇજા (હેમરેજ અને ફ્રેક્ચર) થઈ હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ અકસ્માતના બનાવ બાદ ટ્રેક્ટર-ટ્રોલીનો ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. જેથી તેની સામે ધ્રોલ પોલીસના તકમાં ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button