ટ્રમ્પનાં ખિસ્સાં ખાલી : એરપોર્ટ કર્મીઓને પગાર આપી શકે તેમ નથી : એલન મસ્ક મદદે દોડયા | Trump’s pockets are empty: Airports can’t pay workers: Elon Musk rushes to help

![]()
યુદ્ધમાં અબજો ડૉલર ફુંકી માર્યા પછી
યુ.એસ.માં ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી ઑથોરિટી (ટીએસએ)ના કર્મચારીને પગાર અટકી પડયા છે : બજેટ અંગે સંસદમાં ચાલતો ગતિરોધ આ માટેનું કારણ છે
વૉશિંગ્ટન: સામે ચાલીને યુદ્ધમાં કૂદી પડેલાં અમેરિકામાં ફંડીગ સંકટ પ્રસરી રહ્યું છે. તેથી એરપોર્ટ કર્મચારીઓના પગાર અટકી પડયા છે. પરિણામે ૨૦ ટકાથી વધુ કર્મચારીઓ કામ ઉપર આવતા નથી.
એરપોર્ટ પર પેસેન્જર્સની સલામતી અને આવન જાવન મેનેજ કરવાની જવાબદારી આ ટીએસએ કર્મચારીઓની છે.
આ તરફ અમેરિકાની સંસદે હજી બજેટની માગણીઓ સ્વીકારી નથી. તેથી પૈસા અટકી પડયા છે. તેવે સમયે દુનિયાના સૌથી મોટા માલેતુજાર એલન મસ્કે કર્મચારીઓને પગાર આપવાની તૈયારી દર્શાવી છે.
ભૂમિગત પરિસ્થિતિ તેવી છે કે અમેરિકાની સમવાયતંત્રી સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ હોનલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે શટ ડાઉન દરમિયાન જ સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની નોકરી છોડી ચાલ્યા ગયા છે તેથી વ્યવસ્થા ઉપર દબાણ વધી ગયું છે.
આ ટીએસએ કર્મચારીઓને પગાર સમયવાયતંત્રી સરકાર આપે છે. કારણ કે તે ડીપાર્ટમેન્ટ ઓફ હોનલેન્ડ સિક્યુરિટી નીચે આવે છે. તેથી તે કર્મચારીઓના પગારનું ધોરણ અને તે માટેનું બજેટ અમેરિકાની સંસદ મંજૂર કરે છે.
અત્યારે આવા ૫૦,૦૦૦ કર્મચારીઓ નોકરી છોડી ચાલ્યા ગયા છે. ઉલ્લેખનીય તે છે કે સામાન્ય સંયોગોમાં તો નોકરી છોડનારાઓની ટકાવારી માત્ર બે ટકા જેટલી જ હોય છે. પરંતુ આ વખતે ૨૦ ટકા જેટલા ટી.એસ.એ. કર્મચારીઓ નોકરી છોડી જતા રહ્યા છે.
એટલાન્ટા ન્યૂયોર્કનું જેએફકે એરપોર્ટ અને હ્યુસ્ટન જેવાં મહત્ત્વનાં એરપોર્ટ ઉપર ૨૦ ટકાથી વધુ ટીએસએ કર્મચારીઓ ફરજ પર ન હોતાં ત્યાં તો અફડા તફડી મચી ગઇ છે. તેવામાં મસ્કે તેઓનાં ઠ પોસ્ટ ઉપર આ કર્મીઓને પગાર આપવાની તૈયારી દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે ૨૧મી માર્ચ સુધીમાં મસ્ક કુલ સંપત્તિ ૮૧૪ બિલિયન ડોલર સાથે વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ બની રહ્યા છે. તેઓ આ ખર્ચ સરળતાથી ઉઠાવી શકે તેમ છે.


